રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૧૦.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૨૯૯.૩૨ સામે ૫૯૩૨૦.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૧૨૭.૦૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૫૧.૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૫.૫૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૭૪૪.૮૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૦૬.૨૫ સામે ૧૭૬૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૩૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૦.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૩૭.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણ દેશભરમાં દૂર થવા લાગતાં અને વેક્સિનેશન પ્રોગ્રામની સફળતા સાથે દેશભરમાં ઉદ્યોગો, બિઝનેસ ધમધમતા થવા લાગતાં આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીમાં મજબૂત સુધારાની અપેક્ષા અને આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનામાં એનજી સહિતની ક્રાઈસીસ વધતાં અને યુરોપમાં પણ અનિશ્ચિતતાની પરિસ્થિતિ વચ્ચે એશીયાના બજારોમાં નરમાઈથી વિપરીત એડવાન્ટેજ ભારત બની રહી ફંડોએ ભારતીય શેરબજારમાં આજે તોફાની તેજી કરી હતી.
દેશમાં એકથી વધુ પોઝિટીવ પરિબળો ઊભરી આવી ચોમાસાની સારી પ્રગતિ અને ઉદ્યોગોને સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહનો, રાહતોની પોઝિટીવ અસર સાથે હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચાલુ સપ્તાહના અંતે મળનારી ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગમાં પણ વ્યાજ દર મામલે પોઝિટીવ નિર્ણયની અપેક્ષા સાથે હવે શરૂ થનારી કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન પ્રોત્સાહક બની રહેવાની અપેક્ષાએ ફંડોએ આજે શેરોમાં તોફાની તેજી કરતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, હેલ્થકેર, મેટલ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૧૦ અને વધનારની સંખ્યા ૨૦૭૩ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, મોંઘવારી પર કાબૂ મેળવવા માટે આરબીઆઈ આગામી દિવસોમાં થનારી દ્વિમાસિક નાણાકીય સમીક્ષામાં સતત આઠમી વાર નીતિગત દરને યથાવત રાખી શકે છે. કેન્દ્રીય બેન્કે છેલ્લીવાર મે ૨૦૨૦માં રેપો રેટને ૦.૪૦% ઘટાડીને ચાર ટકા કર્યો હતો. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં છ સદસ્યીય નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક ૬ ઓક્ટોબરે શરૂ થશે. પરિણામની જાહેરાત ૮ ઓક્ટોબર ૨૦૨૧ એ થશે. મોર્ગન સ્ટેનલીનુ કહેવુ છે કે આરબીઆઈ આગામી બેઠકમાં વ્યાજ દરને યથાવત રાખવાની સાથે પોતાના નરમ વલણને પણ જારી રાખશે. ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રાહક કિંમત સૂચકાંક આધારિત મોંઘવારી ૫%ની આસપાસ રહેશે.
એસબીઆઈ ચેરમેન દ્વારા તાજેતરમાં જ વ્યાજ દરને યથાવત રાખવાનુ અનુમાન વ્યક્ત કર્યુ હતુ. આરબીઆઈ પર પોતાના વલણમાં પરિવર્તનનુ દબાણ છે કેમ કે કેટલાક ઓદ્યોગિક દેશમાં નાણાંકીય નીતિના કારણે મોંઘવારી વધી રહી છે. ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. એવામાં કેન્દ્રીય બેન્ક નીતિગત દરને યથાવત રાખી શકે છે. આગામી દિવસોમાં ભારતના સપ્ટેમ્બર મહિના માટેના માર્કિટ સર્વિસિઝ પીએમઆઈના જાહેર થનારા આંક અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્ય તેમ જ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૦૬.૧૦.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૫.૧૦.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૮૩૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૭૦૭ પોઈન્ટના પ્રથમ અને ૧૭૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૭૮૮૮ પોઈન્ટ થી ૧૭૯૦૯ પોઈન્ટ ૧૭૯૧૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૫.૧૦.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૭૮૬૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૭૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૯૩૦ પોઈન્ટ થી ૩૮૦૦૮ પોઈન્ટ, ૩૮૦૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૬૧૮ ) :- ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૫૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૫૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૬૩૩ થી રૂ.૨૬૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- બાટા ઇન્ડિયા ( ૧૮૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૭૩ થી રૂ.૧૮૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૬૮૦ ) :- રૂ.૧૬૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૬૩૦ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૯૬ થી રૂ.૧૭૦૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- લુપિન લિમિટેડ ( ૯૬૭ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૮૩ થી રૂ.૯૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અમરરાજા બેટરી ( ૭૬૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૪૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૮૩ થી રૂ.૭૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ઈન્ડીગો ( ૧૯૭૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૬૦ થી રૂ.૧૯૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- HDFC બેન્ક ( ૧૫૯૪ ) :- રૂ.૧૬૧૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૮૦ થી રૂ.૧૫૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ટાટા સ્ટીલ ( ૧૩૨૩ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૦૮ થી રૂ.૧૨૯૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ટાટા કેમિકલ ( ૯૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડીટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૧૯ થી રૂ.૯૦૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અદાણી પોર્ટ ( ૭૪૭ ) :- ૭૬૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૭૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૩૭ થી રૂ.૭૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૮૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છ
ેખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!