રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૪.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૫૪૪.૦૬ સામે ૪૮૫૧૨.૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૦૧૦.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૭૭.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૯.૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૮૦૩.૬૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૫૪૧.૧૫ સામે ૧૪૫૭૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૩૭૪.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૧.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૮.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૬૦૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારોમાં નરમાઈ અને સ્થાનિક સ્તરે દેશમાં કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ ફરી આગામી દિવસોમાં ફરી મોટાપાયે લોકાડાઉનની પરિસ્થિતિ સર્જાવાના ભય અને આ સાથે અગામી દિવસોમાં અર્થતંત્ર વધુ ડામાડોળ થવાના સંકેતે વચ્ચે આજે માર્ચ માસ માટેના હોલસેલ ફુગાવાના – ડબલ્યુપીઆઈ આંક ગયા વર્ષના સમાનગાળાની તુલનામાં માર્ચ ૨૦૨૧માં આઠ વર્ષના ઉચ્ચતમ સ્તરે ૭.૩૯% પર આવતા આજે ભારતીય શેરબજાર ભારે અફડાતફડી જોવા મળી હતી.
કોરોના સંક્રમણ દેશભરમાં ફરી વાયુ વેગે ફેલાઈ રહ્યું હોઈ પરિસ્થિતિ કટોકટી જેવી સર્જાઈ ગયા સાથે દેશના ઘણાં રાજયોમાં કોરોના વેક્સિનનો સ્ટોક ખૂટવા લાગતાં અને આ વખતની બીજી લહેરમાં કોરોના લક્ષણો બદલાયા છતાં નવા નવા સ્ટ્રેઈનને લઈને પોઝિટીવ કેસોનો વિસ્ફોટ થવા લાગતાં ચિંતિત સરકારો લોકડાઉન સહિતના આકરાં અંકુશના પગલાં લેવાની ફરજ પડી રહી હોઈ આર્થિક મોરચે પીછેહઠના અંદાજો સામે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વધુ એક આર્થિક સ્ટીમ્યુલ્સ પેકેજ આપવાની જાહેરાત કરતાં અફડાતફડીને અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સીડીજીએસ, એફએમસીજી, ઓટો અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૯ અને વધનારની સંખ્યા ૧૨૪૭ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર વધુ ખતરનાક નીવડી દેશભરમાં આ મહામારીએ આતંક મચાવ્યો હોઈ આર્થિક મોરચે આગામી દિવસોમાં ફરી માઠાં પરિણામોની શકયતા વચ્ચે ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં સાવચેતી બની રહેવાની શકયતા છે. હાલ તુરંત હવે કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ચોથા ત્રિમાસિક અને પૂર્ણ નાણાકીય વર્ષના પરિણામોની સીઝન શરૂ થઈ ગઈ હોઈ અને પાછલા મહિનાઓમાં અનેક કંપનીઓની કામગીરીમાં જોવાયેલા સુધારાના પરિણામે ફંડોએ આ પરિણામોની અપેક્ષાએ શેરોમાં આક્રમક તેજી કરી છે. આ સાથે રાજયોની યોજાઈ રહેલી ચૂંટણીઓને લઈ બજારની મજબૂતી ટકાવી રાખવાના થઈ રહેલા પ્રયાસોએ હાલ તુરંત જળવાઈ રહેલી તેજીમાં ઉછાળે નફો બુક કરવો હિતાવહ રહેશે.
આ સાથે કોરોનાના કેસો ફરી વધવા લાગતાં અત્યાર સુધી શોધાયેલી વેક્સિનમાં વધુ ડેવલપમેન્ટ અનિવાર્ય હોવાના અને વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ આગામી દિવસોમાં સાવચેતી જોવાય એવી શકયતા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે વેક્સિનેશનના ડેવલપમેન્ટ તેમજ આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને વૈશ્વિક બજારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૧૬.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૧૫.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૬૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૪૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૪૫૩૩ પોઈન્ટ થી ૧૪૪૭૪ પોઈન્ટ ૧૪૪૩૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૫.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૨૨૫૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૧૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૩૭૩ પોઈન્ટ થી ૩૨૫૦૫ પોઈન્ટ, ૩૨૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૨૨૦ ) :- કમર્શિયલ વિહિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૦૨ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૭૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૯૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૦૩ થી રૂ.૧૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- અમરરાજા બેટરી ( ૮૦૨ ) :- રૂ.૭૮૭ નો પ્રથમ તેમજ રૂ.૭૭૦ ના બીજા સપોર્ટથી ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૧૮ થી રૂ.૮૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- અદાણી પોર્ટ ( ૭૫૦ ) :- મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૩ થી ૭૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- સન ફાર્મા ( ૬૩૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૪૪ થી રૂ.૬૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- એસીસી લિમિટેડ ( ૧૮૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૨૮ થી રૂ.૧૮૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૬૨ ) :- રૂ.૧૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- રામકો સિમેન્ટ ( ૧૦૦૭ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૯૬ થી રૂ.૯૮૯ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- સિપ્લા લિમિટેડ ( ૯૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૯૮ થી રૂ.૮૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૦૫ ) :- ૮૨૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૮૭ થી રૂ.૭૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!