ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૬.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૭૭૩.૦૫ સામે ૫૨૭૮૨.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૪૨૫.૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૦.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૧.૦૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૫૦૧.૯૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૭૯.૦૦ સામે ૧૫૮૫૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૬૬.૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૮.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૨.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૭૬.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેરમાં અનેકને અસર બાદ આ લહેર ધીમી પડીને હવે કેસો ઘટવા લાગતાં એક તરફ વિવિધ રાજયોમાં અનલોકની તૈયારી થવા લાગતાં અને બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજના પગલાં લેવાની શરૂઆત સાથે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. લોકડાઉનથી દેશ હવે ફરી અનલોક તરફ વળતાં દેશ આર્થિક પટરી પર ફરી સવાર થઈ રહ્યો હોઈ આગામી દિવસોમાં આર્થિક વિકાસે વેગ મળવાની અપેક્ષા છતાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા આજે ભારતીય શેરબજારમાં વિક્રમી તેજીની દોટને બ્રેક લાગી હતી.

ભારતીય શેરબજારમાં ઘણા દિવસોથી ઓવરબોટ પોઝિશનની પરિસ્થિતિ હોઈ આજે ફંડો, મહારથીઓ દ્વારા સેન્સેક્સ-નિફટી બેઝડ નરમાઈએ ઈન્ડેક્સ બેઝડ ઉછાળે ઓફલોડિંગ કર્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકામાં ફુગાવાની ચિંતા અને ટેક્ષ મામલે ચિંતાને લઈ અમેરિકી શેરબજારોમાં નરમાઈ સાથે વૈશ્વિક બજારોમાં સાવચેતીની જોવા મળી હતી. આર્થિક મોરચે આગામી દિવસોમાં મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ આજે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, આઇટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૯૦ અને વધનારની સંખ્યા ૧૪૪૧ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિવિધ સાનુકૂળ પરિબળો પાછળ શેરબજારનું મોરલ સુધરતા ફરી એકવાર પ્રાઇમરી માર્કેટ ધમધમતું થયું છે. ચાલુ સપ્તાહે પાંચ ઇશ્યુ મૂડી બજારમાં પ્રવેશ્યા છે. તો બીજી તરફ આગામી સમયમાં રૂ.૫૫,૦૦૦ કરોડના આઇપીઓથી પ્રાઈમરી બજાર ધમધમશે. આગામી સમયમાં કોમર્શિયલ બેન્કિંગ, નોન-બેંક માઇક્રોફાઇનાન્સ, હાઉસિંગ ફાઇનાન્સ તેમજ પેમેન્ટ બેંક કંપનીઓના આઇપીઓથી બજાર ધમધમી ઉઠશે. આ ક્ષેત્રની કંપનીઓ દ્વારા સેબી સમક્ષ ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઈલ કરવામાં આવ્યા છે.

પેટીએમ કંપની આઇપીઓ થકી રૂ.૨૨૦૦૦ કરોડ ઉભા કરવા માંગે છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ હશે. અગાઉ વર્ષ ૨૦૧૦માં કોલ ઇન્ડિયાએ રૂ.૧૫૦૦૦ કરોડ ઉભા કર્યા હતા. જે સૌથી મોટો આઇપીઓ હતો.જે કંપનીઓએ સેબી સમક્ષ પ્રોસ્પેક્ટસ ફાઈલ કર્યા છે તેમાં પેટીએમ, આધાર હાઉસિંગ, પોલિસી બજાર, એપ્ટસ હાઊ. ફાઈ., સ્ટાર હેલ્થ, બિરલા સનલાઇફ, આરોહન ફાઈ., ફયુઝન માઇક્રોફાઇનાન્સ, ફિનકેર સ્મોલ ફાઈ. બેંક, તામિલનાડુ મર્કેન્ટાઇલ બેંક, મેઈડ અસિસ્ટ અને જનસ્મોલ ફાઈનાન્સ બેંકનો સમાવેશ થાય છે.

તા.૧૭.૦૬.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૬.૦૬.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૭૭૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૯૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૭૦૭ પોઈન્ટ થી ૧૫૬૭૬ પોઈન્ટ ૧૫૬૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૬.૦૬.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૦૯૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૫૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૯૩૦ પોઈન્ટ થી ૩૪૮૦૮ પોઈન્ટ, ૩૪૭૩૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાઈટન લિમિટેડ ( ૧૭૧૮ ) :- એપેરલ્સ & એસેસરીઝ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૮૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૩૭ થી રૂ.૧૭૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૧૮ થી રૂ.૧૦૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઓરબિંદો ફાર્મા ( ૯૮૫ ) :- રૂ.૯૬૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૪ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા કેમિકલ ( ૭૩૬ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૭ થી રૂ.૭૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૬૪૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૨૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૫૩ થી રૂ.૬૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટ્રેડીંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૧૭ થી રૂ.૧૪૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૯૦ ) :- રૂ.૧૨૧૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૭૭ થી રૂ.૧૧૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૯૮૩ ) :- ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૬૯ થી રૂ.૯૫૫ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૦૩ થી રૂ.૭૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અમરરાજા બેટરી ( ૭૭૧ ) :- ૭૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૫૫ થી રૂ.૭૩૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૧૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!