રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૮.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૮૪૨.૨૧ સામે ૫૯૯૩૮.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૮૫૭.૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૫.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૭.૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૨૬૦.૧૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૫૦.૬૫ સામે ૧૭૮૯૮.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૬૭.૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૪.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૪.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૯૬૫.૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ફુગાવાને અંકુશમાં લેવા વિશ્વના વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં તીવ્ર વધારાની પોઝિટીવ અસરે એક તરફ મોંઘવારી અંકુશમાં આવવા લાગી ભારતમાં હોલસેલ ફુગાવાનો આંક ઘટીને ૧૩.૯૩%ની પાંચ મહિનાની નીચી સપાટીએ આવી જતાં અને વૈશ્વિક મંદીના ફફડાટમાં કોમોડિટીઝ, ઉદ્યોગો માટેના કાચામાલોના ભાવ વધુ ઘટી આવતાં અને ચોમાસાની સારી પ્રગતિએ શેરોમાં ફોરેન ફંડોએ અવિરત તેજી કરી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ભારતીય શેરબજારમાં ઘટાડે સતત લેવાલીનું આકર્ષણ જળવાઈ રહેતાં બીએસઇ સેન્સેક્સે ૬૦૦૦૦ પોઈન્ટની મહત્વની સપાટી પાર કરી હતી જ્યારે નિફટી ફ્યુચરે ૧૮૦૦૦ તરફ કૂચ કરી હતી.
અમેરિકામાં ફુગાવો-મોંઘવારીનો આંક ઘટીને આવ્યા સાથે વૈશ્વિક અર્થતંત્રમાં ચાઈના પાછળ રિકવરી આગળ વધી રહી હોવા સાથે વૈશ્વિક રિકવરીની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં મજબૂતી રહી હતી. સ્થાનિક સ્તરે કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક જાહેર થઈ રહ્યા હોવા સાથે ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળે ફંડોની આજે ઘટાડે શેરોમાં લેવાલી રહી હતી. ઓટો અને કેપિટલ ગુડ્સ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સામે ટેલિકોમ, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને આઇટી શેરોમાં ફંડોની લેવાલીએ બીએસઇ સેન્સેક્સ ૪૧૭ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૧૪ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૭૯ લાખ કરોડ વધીને રૂ.૨૭૯.૮૦ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો અને કેપિટલ ગુડ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૫૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૦ અને વધનારની સંખ્યા ૧૯૬૦ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝની ઇક્વિટી એસેટ્સ અંડર મેનેજમેન્ટ અગાઉ બે મહિના સુધી સતત ઘટયા બાદ જુલાઇ માસમાં માસિક ધોરણે ૧૦.૩% વધીને રૂ.૧૫.૨ લાખ કરોડ થઇ છે. અગાઉ ત્રણ મહિના સતત ઘટયા બાદ શેરબજાર જુલાઇમાં રિકવરી થતા ઇક્વિટી મ્યુ. ફંડ્સની એસેટ્સમાં વૃદ્ધિ જોવા મળી છે. આ સાથે ઇક્વિટી સ્કીમમાં રોકાણ પણ માસિક ધોરણે ૧૪.૩% ઘટીને રૂ.૩૦૪ અબજ થયુ છે અને રિડમ્પ્શન ૧૬% વધીને રૂ.૧૪૮ કરોડ રહ્યુ છે. પરિણામે ચોખ્ખુ મૂડીરોકાણ જુલાઇમાં ઘટીને રૂ.૧૫૭ અબજ થયુ છે જે જૂનમાં રૂ.૨૨૮ અબજ હતુ. નિફ્ટી બેન્ચમાર્કે સતત ત્રણ મહિના નેગેટિવ રિટર્ન આપ્યા બાદ જુલાઇ માસમાં ૮.૭%ના માસિક સુધારા સાથે શાનદાર રિકવરી દેખાડી છે, જે ડિસેમ્બર ૨૦૨૦ પછીનો સૌથી મોટો માસિક ઉછાળો છે.
ઓક્ટોબર ૨૦૨૧થી સળંગ નવ મહિનામાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી ૩૩.૩ અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચ્યુ છે. આ દરમિયાન સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝની કુલ અંડર એસેટ મેનેજમેન્ટ વધીને રૂ. ૩૭.૭ લાખ કરોડે પહોંચી ગઇ છે જે જૂનની તુલનાએ ૫.૯% વધારે છે. જે ઇક્વિટી સ્કીમની એયુએમમાં રૂ.૧૪૧૨ અબજ, ઇટીએફમાં રૂ.૩૮૦ અબજ, બેલેન્સ્ડ ફંડ્સમાં રૂ.૨૧૦ અબજ અને ઇન્કમ ફંડ્સમાં રૂ.૧૭૯ અબજના ઇનફ્લોને આભારી છે.
તા.૧૮.૦૮.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૧૭.૦૮.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @૧૭૯૬૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૭૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૮૦૦૮ પોઈન્ટ થી ૧૮૦૮૮ પોઈન્ટ, ૧૮૧૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૭.૦૮.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૯૪૯૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૯૦૦૯ પોઈન્ટ પ્રથમ અને ૩૮૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૯૬૭૬ પોઈન્ટ થી ૩૯૭૩૭ પોઈન્ટ, ૩૯૯૦૯ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૩૯૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૬૬૦ ) :– રિફાઇનરી & માર્કેટિંગ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૨૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૦૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૬૭૭ થી રૂ.૨૬૮૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૦૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- લાર્સન એન્ડ ટૂબ્રો ( ૧૮૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૭૮ થી રૂ.૧૮૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૬૧૦ ) :- રૂ.૧૫૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૫૭૫ ના બીજા સપોર્ટથી ટેક્નોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ ૧૬૩૩ થી રૂ.૧૬૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- ટેક મહિન્દ્ર ( ૧૧૦૫ ) :- ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારતી એરટેલ ( ૭૨૪ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ – સેલ્યુલર & ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૩૭ થી રૂ.૭૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- એચડીએફસી બેન્ક ( ૧૫૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- મુથુત ફાઈનાન્સ ( ૧૦૬૮ ) :- રૂ.૧૦૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૫૩ થી રૂ.૧૦૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- સન ફાર્મા ( ૯૨૦ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- રામકો સિમેન્ટ ( ૭૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૪૪ થી રૂ.૭૩૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- લુપિન લિમિટેડ ( ૬૯૦ ) :- રૂ.૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૭૬ થી રૂ.૬૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )