ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૩.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૩૬૩.૯૬ સામે ૫૦૪૩૬.૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૭૧૮.૬૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૪૨.૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬૨.૩૪ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૮૦૧.૬૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૫૯.૭૦ સામે ૧૪૯૬૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૭૪૧.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૯.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૩.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૭૫૬.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં અસાધારણ અફડાતફડીના અંતે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં બેરોજગારીના દરમાં ઘટાડા અને સ્ટીમ્યુલસ બિલને મંજૂરી છતાં યુ.એસ. ફેડરલ રિઝર્વની પોલીસી મીટિંગ પૂર્વે અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારો નોંધાતા આજે ભારતીય શેરબજારમાં અફડા તફડીના બાદ કડાકો બોલાઈ ગયો હતો. કોરોના સંક્રમણના પડકાર વચ્ચે વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ અને સ્થાનિક સ્તરે કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ ફરી દેશના અનેક રાજયોમાં લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ રહી હોઈ સંકટના એંધાણ વચ્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રાજયોના મુખ્યમંત્રીઓ સાથે યોજાનારી મુલાકાત પૂર્વે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

વૈશ્વિક સ્તર પર અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારાને પગલે સાવચેતીનો છવાયેલો માહોલ સાથે વૈશ્વિક બજારોમાં નરમાઈ અને સ્થાનિક સ્તરે દેશમાં કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ ફરી આગામી દિવસોમાં ફરી મોટાપાયે લોકાડાઉનની પરિસ્થિતિના સંજોગોમાં ભય સાથે અગામી દિવસોમાં અર્થતંત્ર વધુ ડામાડોળ થવાના સંકેત અને દેશમાં બેરોજગારીમાં ચિંતાજનક વધારો થવાના મોદી સરકાર મોટા પડકારો આવી પડવાના એંધાણે ચિંતા વધારી છે જેની અસર શેરબજાર પર જોવાઈ રહી છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓઇલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી, એનર્જી, યુટિલિટીઝ અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૪૮ અને વધનારની સંખ્યા ૮૩૭ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના સંક્રમણ ફરી ભારતના વિવિધ રાજયો મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, છત્તિસગઢ સહિતમાં ચિંતાજનક ફેલાવા લાગતાં ભારતીય અર્થતંત્રની પટરી પર આવી રહેલી ગાડી ફરી ઊતરી જવાના ફફડાટ અને વૈશ્વિક મોરચે અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો થતાં વૈશ્વિક બજારોમાં ઘટાડાની સાથે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહ્યો છે. ચાલુ સપ્તાહે પણ ફંડો – દિગ્ગજોએ બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે, એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે.

કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ અત્યારે ત્રસ્ત છે ત્યારે આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છ. આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. ભારતીય શેરબજારમાં લાંબા સમયથી અવિરત તેજી બાદ તેજીનો અતિરેક થઈ રહ્યો છે. કોરોના મહામારીથી ભારતમાં ફરી લોકડાઉનની ભીતિ ઊભી થતાં આગામી દિવસોમાં પરિસ્થિતિ વિકટ બનવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં ઘટાડાની શકયતાને નકારી શકાય નહીં.

તા.૧૮.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                                 

તા.૧૭.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૭૫૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૮૦૮ પોઈન્ટ થી ૧૪૮૩૮ પોઈન્ટ ૧૪૮૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૭.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૨૪૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૦૦૪ પોઈન્ટના પ્રથમ અને ૩૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૩૭૩ પોઈન્ટ થી ૩૪૫૦૫ પોઈન્ટ, ૩૪૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૧૮૧૮ ) :- ફાઇનાન્સિયલ સર્વિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૪૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૯૭ થી રૂ.૧૫૦૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અમરરાજા બેટરી ( ૮૬૯ ) :- રૂ.૮૪૮ નો પ્રથમ તેમજ રૂ.૮૩૩ ના બીજા સપોર્ટથી ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૮૮ થી રૂ.૮૯૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૧૮ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઈન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૩ થી ૭૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૫૮૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૯૭ થી રૂ.૬૦૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એપોલો હોસ્પિટલ ( ૨૯૯૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હેલથકેર ફેસિલિટી સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૦૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૯૭૦ થી રૂ.૨૯૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૦૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૩૨૯ ) :- રૂ.૧૩૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૦૮ થી રૂ.૧૨૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૦૬ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૯૬ થી રૂ.૯૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટાટા કેમિકલ ( ૭૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૫૨૭ ) :- ૫૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૧૩ થી રૂ.૫૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!