શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

કોરોના સંક્રમણમાં દેશના વિવિધ રાજયોમાં ચિંતાજનક વધારા સાથે સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ પરિસ્થિતિ સુધરવાની આશા – અપેક્ષાઓ વચ્ચે અને અમેરિકામાં કોરોના વેક્સિનેશનને વેગ મળતાં અને સ્ટીમ્યુલસ થકી અમેરિકામાં જીડીપી વૃદ્વિને વેગ મળવાની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેરબજારમાં ગત સપ્તાહની શરૂઆતી તબક્કામાં મજબૂતી જોવા મળી હતી પરંતુ વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ગત સપ્તાહમાં તીવ્ર વધારાના પરિણામે સ્થાનિકમાં પેટ્રોલ, ડિઝલના ભાવોમાં થઈ રહેલા વધારાને લઈ મોંઘવારી અસહ્ય બનવાના અને દેશના વિવિધ રાજયોમાં કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહિતમાં કોરોનાના કેસોમાં થઈ રહેલા ચિંતાજનક વધારા તેમજ વૈશ્વિક મોરચે ફરી બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાના પરિણામે ફોરેન અને લોકલ ફંડો દ્વારા મોટાપાયે પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો

અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારાને પગલે સાવચેતીનો છવાયેલો માહોલ સાથે વૈશ્વિક બજારોમાં નરમાઈ અને સ્થાનિક સ્તરે દેશમાં કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ ફરી આગામી દિવસોમાં ફરી મોટાપાયે લોકાડાઉનની પરિસ્થિતિના સંજોગોમાં ભય સાથે અગામી દિવસોમાં અર્થતંત્ર વધુ ડામાડોળ થવાના સંકેત અને દેશમાં બેરોજગારીમાં ચિંતાજનક વધારો થવાના મોદી સરકાર મોટા પડકારો આવી પડવાના એંધાણે ચિંતા વધારી છે જેની અસર શેરબજાર પર જોવાઈ રહી છે.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

આગામી નાણાં વર્ષ માટે દેશના ૧૩.૫૦%ના આર્થિક વિકાસ દરના અંદાજને નોમુરાએ જાળવી રાખ્યો છે પરંતુ વર્તમાન નાણાં વર્ષનો દેશનો આર્થિક વિકાસ દર નેગેટિવ રહેવાનો અંદાજ છે. દેશમાં કોરોનાના કેસોમાં ફરી વધારો આર્થિક વિકાસ સંદર્ભમાં ટૂંકા ગાળા માટે ચિંતાજનક બની શકે છે અને નીતિઓ ફરી સામાન્ય બનવામાં અપેક્ષા કરતા વધુ ઢીલ જોવા મળી શકે છે પરંતુ આગામી નાણાં વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર મજબૂત રહેવાની ધારણાંમાં હજુ કોઈ ઘટાડો આવ્યો નથી એમ નોમુરા દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.

જો કે ભારતમાં વેક્સિનેશન કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો હોવાથી નવા કેસોની અર્થતંત્ર પર મર્યાદિત અસર જોવા મળશે અને ઉદાર નાણાં નીતિ પણ અર્થતંત્ર માટે ટેકારૂપ બની રહેશે. કોરોનાના નવા કેસ છતાં સરકાર દ્વારા સખત પ્રતિબંધો લાગુ કરાયા નથી. દેશના ઉપભોગતા તથા વેપારગૃહો નવી સ્થિતિ સાથે સાનુકૂળ બની ગયા છે આને કારણે નવા કેસોની અર્થતંત્ર પર નેગેટિવ અસર મર્યાદિત હશે. વેક્સિનેશનના હાલના સ્તરને જોતા વર્તમાન વર્ષમાં ભારતની વસતિના ૩૦% લોકોનું રસીકરણ શકય બનશે. દેશમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક સહિતના રાજ્યોમાં કોરોનાના કેસો ફરી માથું ઊંચકી રહ્યા છે.

ગયા વર્ષના ઓકટોબરથી દેશમાં ઉપભોગ માગમાં વધારો થયો છે અને રિટેલ વેચાણ પણ કોરોના પહેલાના સ્તરે જોવા મળી રહ્યું છે ત્યારે સરકાર ફરી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાના મૂડમાં નથી. દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ સતત વધી રહી છે ત્યારે હાલના તબક્કે કેન્દ્ર તથા રાજ્ય સરકારો અર્થતંત્ર માટે પ્રતિકૂળ એવા સખત પગલાં લેવાનું ટાળી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રો લૉકડાઉનમાં આવ્યા ત્યારે ક્રુડ તેલના ભાવો નેગેટીવ સ્તરે જતાં કાચા તેલના ભાવોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ગત વર્ષના નવેમ્બર માસથી વિશ્વના વિવિધ દેશો ખાસ કરીને ચીન તથા ભારતમાં આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ થવા લાગતા ક્રુડ તેલની માગમાં પણ વધારો થયો છે જેને કારણે ભાવ ઊંચકાયા છે. ગત સપ્તાહના પ્રારંભમાં સાઉદી અરેબિયાના ઉત્પાદન એકમો પર હુમલાના અહેવાલે બ્રેન્ટ ક્રુડનો ભાવ ૭૦ ડોલરને પાર કરી ગયાનું જોવા મળ્યું હતું. ઓપેકની આગેવાની હેઠળ ક્રુડ તેલના ઉત્પાદક દેશોએ ઉત્પાદન કાપ ચાલુ રાખવાના લીધેલા નિર્ણયની સાથે સાથે અમેરિકામાં રિફાઇનરી બંધ પડતાં કાચા તેલના ભાવો હજી ઉછળે તેવી શક્યતાઓ પ્રવર્તી રહી છે.

ક્રુડ તેલના એકદમ ઊંચા ભાવ અથવા એકદમ નીચા ભાવ અર્થતંત્ર માટે પ્રતિકૂળ સાબિત થતા હોય છે. વૈશ્વિક સ્તરે કાચા તેલની કુલ વપરાશ પૈકી ભારતનો ચોથો ક્રમ છે. દેશમાં કાચા તેલની ૮૦% જરૂરિયાત આયાતથી પૂર્ણ થાય છે. ક્રુડ તેલના પ્રતિ બેરલ ૮૦ ડોલર સુધીના ભાવ ભારતીય અર્થતંત્ર સાનુકૂળ રહે છે, પરંતુ ત્યારપછી કોઈપણ વધારો ભારતની રાજકોષિય ખાધ ઉપરાંત ઉદ્યોગો માટે પ્રતિકૂળ સાબિત થાય છે. માંગ વધતા ભાવ વધી રહ્યા છે અને માગમાં વધારાનો અર્થ ક્રુડ તેલનો વપરાશ વધી રહ્યો છે. ક્રુડ તેલના વધી રહેલા ભાવ રાજકોષિય તાણમાં વધારો કરતા હોવા છતાં આ વધારો અર્થતંત્ર – ઈક્વિટી બજાર માટે પોઝિટિવ સંકેત આપે છે.

બજારની ભાવી દિશા….

મિત્રો, માર્ચ ૨૦૨૦માં કોરોનાને કારણે લૉકડાઉનની જાહેરાત બાદ બજાર ભારે કડાકો નોંધાયો હતો. પરંતુ સપ્ટેમ્બરમાં અનલોકની સાથે તમામ વ્યાવસાયિક પ્રવૃત્તિ તબક્કાવાર શરૂ થતાં બજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી. કંપનીઓની અને તેમાંય ખાસ કરીને ફાર્મા કંપનીઓની આવકમાં ખાસ્સો વધારો થતાં બજારને ખાસ્સો સપોર્ટ મળ્યો હતો. તેની સાથે સાથે વિદેશી રોકાણનો પ્રવાહ વધ્યો તેથી બજારમાં પ્રવાહિતા વધી હતી. કોરોના કાળ દરમિયાન અને વધુ છૂટછાટ આપવામાં આવ્યા બાદ શેર્સના ભાવોમાં ૭૦%થી વધુનો ઉછાળો નોંધાયો છે પરંતુ ખાદ્યસામગ્રી અને પેટ્રોલ ડીઝલ જેવા ઇંધણના ભાવમાં આવેલો વધારાના કારણે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ રિટેલ ફુગાવા જાન્યુઆરી માસમાં ૧૬ મહિનાની નીચી સપાટીએ ગયા બાદ ફેબ્રુઆરી માસમાં ૫.૦૩% થયો છે. ફુગાવાનો દર હજીય ઉપર જાય તો તેની સીધી અસર શેરબજારની તેજીની ચાલ પર બ્રેક મારનાર સાબિત થઈ શકે છે.

ભારતીય શેરબજારમાં લાંબા સમયથી અવિરત તેજી બાદ તેજીનો અતિરેક થઈ રહ્યો છે. કોરોના મહામારીથી ભારતમાં ફરી લોકડાઉનની ભીતિ ઊભી થતાં આગામી દિવસોમાં પરિસ્થિતિ વિકટ બનવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં પણ ફંડો – દિગ્ગજોએ બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે. કોરોના સંક્રમણના પરિણામે વિશ્વ અત્યારે ત્રસ્ત છે ત્યારે આ મહામારીમાંથી ક્યારે મુક્ત થઈ શકાશે એ અનિશ્ચિત છ. આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં અર્થતંત્રની ગાડી પુન:પટરી પર લાવવા આડે અનેક પડકારો છે. મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૪૭૫૩ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૧૪૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૪૮૦૮ પોઇન્ટથી ૧૪૮૮૮ પોઇન્ટ, ૧૪૯૦૯ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૪૯૦૯ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૪૧૩૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૬૭૬ પોઇન્ટના પ્રથમ અને ૩૩૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૪૩૭૩ પોઇન્ટથી ૩૪૬૦૬ પોઇન્ટ, ૩૪૬૭૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૬૭૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

૧) ઝેનસર ટેકનોલોજી ( ૩૦૮ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૨ નાસ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૧૭ થી રૂ.૩૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૪૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

૨) ન્યુજેન સોફ્ટવેર ( ૨૮૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૯૭ થી રૂ.૩૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) અંબુજા સિમેન્ટ ( ૨૮૩ ) :- રૂ.૨૭૦ નો પ્રથમ તેમજ રૂ.૨૫૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૯૭ થી રૂ.૩૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) નિર્લોન લિમિટેડ ( ૨૭૩ ) :- ડાયવર્સિફાય કમર્શિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૮ થી રૂ.૨૯૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) પાવર ગ્રીડ ( ૨૨૮ ) :- રૂ.૨૧૨ નો પ્રથમ તેમજ રૂ.૨૦૩ ના સ્ટોગ સપોર્ટથી ઇલેક્ટ્રિક યુટીલીટી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) અપોલો ટાયર ( ૨૨૦ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૦૨ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૩૨ થી રૂ.૨૪૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

૭) એમ & એમ ફીન ( ૨૦૬ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૮૮ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૧૩ થી રૂ.૨૨૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

૮) પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્સ્ટ્રક્શન & ઇજનેરી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૦ આસપાસ રોકાણકારે રૂ.૧૭૭ થી રૂ.૧૮૫ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૪૪ નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો…..

) એસીસી લિમિટેડ ( ૧૭૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક..!!  સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૭૭૭ થી રૂ.૧૮૦૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) લાર્સન & ટુબ્રો ( ૧૪૧૫ ) :- આ સ્ટોક રૂ.૧૩૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૩૭૩ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૫૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) એચસીએલ ટેકનોલોજી ( ૯૬૩ ) :- ૭૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૯૪૪ નો પ્રથમ તેમજ રૂ.૯૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૯૭૯ થી રૂ.૯૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) મુથૂત ફાઈનાન્સ ( ૧૨૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૬૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૨૧૨ થી રૂ.૧૨૦૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૯૯ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ઇન્ડસઇન્ડ બેન્ક ( ૧૦૧૨ ) :- રૂ.૧૦૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૯૯૭ થી રૂ.૯૮૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) અદાણી પોર્ટ ( ૬૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૦૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૬૭૬ થી રૂ.૬૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૩૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો…..

) ઓરિયન્ટ સિમેન્ટ ( ૯૭ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) જેટકેટ ઇન્ડિયા ( ૮૭ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૫ થી રૂ.૧૦૮ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) વક્રાંગી લિમિટેડ ( ૫૦ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૪ નો પ્રથમ તેમજ રૂ.૩૮ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! સ્પેશીયલીટી રિટેલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૫૭ થી રૂ.૬૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

૪) સ્નોમેન લોજીસ્ટીક ( ૪૭ ) :- રૂ.૪૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૩ થી રૂ.૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!