ભારતીય શેરબજારમાં મેટલ અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ૫૧૪ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૯.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૪૯૦.૯૩ સામે ૫૮૬૩૦.૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૨૩૨.૫૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૫૧.૯૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧૪.૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૦૦૫.૨૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૮૬.૬૫ સામે ૧૭૩૭૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૩૩૫.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૪.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૫.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૫૬૨.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે ટ્રેડિંગની શરૂઆત ગઇકાલના નોંધપાત્ર ઘટાડા બાદ તેજી સાથે થઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો કોરોના મહામારીની બીજી લહેર બાદ ભારતીય શેરબજારના અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ નવી લેવાલી હાથ ધરતા આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચિંતા છતાં આર્થિક મોરચે દેશમાં ઉદ્યોગો અને કોર્પોરેટ ઈન્ડિયા ફરી બિઝનેસમાં વેગ પકડી રહ્યાના અહેવાલ અને મોદી સરકાર દ્વારા આર્થિક વિકાસને  વેગ આપવા સતત ઉદારીકરણના પગલાં લેવામાં આવતાં રહેવાના સંકેત સાથે કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી આગામી દિવસોમાં વધુ સુધરવાની અપેક્ષા અને ચોમાસાની સારી પ્રગતિ વચ્ચે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

રાષ્ટ્રીય પરિબળો સાથે આંતરરાષ્ટ્રીય મોરચે પણ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા સ્ટીમ્યુલસના નિયંત્રણ માટે નવા કોઈ સંકેત નહીં આપવામાં આવતાં અને વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના ભાવ સતત મજબૂત જળવાઈ રહ્યા હોઈ ફંડોએ આજે મેટલ, રિયલ્ટી, બેઝિક મટિરિયલ્સ સાથે આઇટી અને ટેક શેરોમાં આગેવાનીમાં તોફાની તેજી કરી હતી. અર્થતંત્રમાં સુધારાની આશા સાથે વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં તેજી તરફી દોટ ચાલુ રહી છે, ઉપરાંત સુધરી રહેલા મેક્રો ઈકોનોમી આંકડાઓથી બજારને સમર્થન મળ્યું છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોની પ્રોત્સાહક રહ્યા બીજા ત્રિમાસિકમાં કંપનીઓના પરિણામો વધુ સારા નિવડવાની અપેક્ષાએ સ્થાનિક શેરબજાર પર સકારાત્મક અસર જોવા મળી રહી છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, પાવર, ઓટો અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૧૩ અને વધનારની સંખ્યા ૧૬૧૬ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, હાલ ભારતીય બજારો પ્રાઇસ-ટુ-અર્નીંગ વેલ્યુએશનની દ્રષ્ટિએ ૧૦ થી ૧૫% પ્રિમીયમે ટ્રેડિંગ થઇ રહ્યા છે. જ્યારે અન્ય ઊભરતા બજારોની તુલનાએ તે ૬૫ – ૭૦% પ્રિમીયમે ટ્રેડ થઇ રહ્યા છે. વિવિધ સરકારી નીતિઓ, કોર્પોરેટ અર્નીંગ ગ્રોથ અને બોન્ડની નીચી ઉપજના કારણે ભારતીય બજારોનું વેલ્યુએશન ઊંચકાયું છે. આ સંજોગોમાં વાર્ષિક ધોરણે ઇક્વિટી પર ૧૨ થી ૧૫% રિટર્ન મળી શકે છે. જો કે, હાલની સપાટીથી બજાર ઓવરવેલ્યુડ થશે તો ઇક્વિટી પરના રિટર્નમાં ઘટાડો થઇ શકે છે.

પ્રર્વતમાન બજારનો ટ્રેન્ડ અને ઊંચા વેલ્યુએશનને જોતા વ્યક્તિગત ધોરણે હવે એસેટ એલોકેશન અને પોર્ટફોલીયો લેવલ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. જો કે, રોકાણકારોએ બજારમાં હાલના ઉંચા લેવલે નવી ખરીદીથી દૂર રહેવું જોઇએ. ભારતીય શેરબજારમાં તાજેતરમાં એકધારી તેજી જોવા મળી રહી છે. જેના કારણે આગામી સમયમાં કરેકશનની સંપૂર્ણ શક્યતા નકારી ના શકાય. આમ પણ ભૂતકાળના ટ્રેન્ડને જોતા બજાર માટે ઓક્ટોબર માસ કરેકશનનો મહિનો ગણવામાં આવે છે. આમ, ઊંચા મથાળે બજારમાં સાવચેતીનું વલણ અપનાવવું અત્યંત જરૂરી બની રહેશે.

તા.૨૨.૦૯.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૧.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૫૬૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૭૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૫૦૫ પોઈન્ટ થી ૧૭૪૭૪ પોઈન્ટ ૧૭૪૩૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૧.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૪૧૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૩૭૦૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૪૭૪ પોઈન્ટ થી ૩૭૫૦૫ પોઈન્ટ, ૩૭૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • બાટા ઇન્ડિયા ( ૧૭૭૭ ) :- ફૂટવેર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૪૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૯૭ થી રૂ.૧૮૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૧૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૫૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૧૫ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૮૫ ) :- રૂ.૯૭૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૪ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૧૯ ) :- ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૭૨૮ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ સર્વિસ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૪૪ થી રૂ.૭૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૪૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટીગ્રેટેડ ઓઈલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૩૯૦ થી રૂ.૨૩૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૭૨૨ ) :- રૂ.૧૭૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૨૯૪ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૨૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૬૫ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • એક્સિસ બેન્ક ( ૭૯૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૮૭ થી રૂ.૭૭૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાયાકોન લિમિટેડ ( ૩૬૭ ) :- ૩૮૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૫૫ થી રૂ.૩૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!