ભારતીય શેરબજારમાં અફડાતફડી સાથે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૩.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૯૮૫૮.૨૪ સામે ૪૯૮૭૮.૭૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૨૮૧.૦૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૭.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૬.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૭૭૧.૨૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૫૬.૪૫ સામે ૧૪૭૪૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૬૦૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૯.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૭૫૬.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

આજે સપ્તાહના પ્રથમ દિવસે વધતા ફુગાવા, કોરોના સંક્રમણની બીજી લહેર અને બોન્ડ યીલ્ડના વધારાને કારણે ભારતીય શેરબજાર દબાણ હેઠળ રહ્યું હતું. ગત સપ્તાહે વડાપ્રધાને રાજ્ય સરકાર સાથેની બેઠકમાં બીજા તબક્કાનો કોરોના દેશમાં ફરી વળ્યો હોવાની દહેશત વ્યકત કરતાં તેની શેરબજારમાં નકારાત્મક અસર થઈ હતી. અમેરિકન ફેડરલ રિઝર્વે વર્ષ ૨૦૨૩ સુધી વ્યાજદર વધારવામાં નહીં આવે અને ફુગાવાનો અંદાજના વધારા સામે અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધીને ૧.૭૨% છેલ્લા એક વર્ષની સૌથી ઊંચી સપાટીએ સુધી પહોંચતા ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી.

કોરોનાના બીજી લહેરના ડરને કારણે કેટલાક રાજ્યોએ ચોક્કસ સમય માટે કર્ફ્યુ અમલી કરવામાં આવતા અને તેને કારણે હોટલ, રેસ્ટોરા, મુવિ જેવા સેક્ટરને નકારાત્મક અસર થવાની સંભાવનાઓ પાછળ આર્થિક ગ્રોથ ફરીથી ખોરવાઈ શકે તેવી દહેશત વ્યકત કરવામાં આવતા દેશમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ સર્જાઈ શકે તેવી ભીતિ ઊભી થઈ હતી. ઉપરાંત બોન્ડ યિલ્ડના ઉછાળા, ફુગાવાને લઇને વધેલી ચિંતાએ ભારતીય શેરબજારમાં ભારે અફડા તફડી જોવા મળી રહી છે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, ફાઈનાન્સ, આઇટી, યુટિલિટીઝ, ઓટો, બેન્કેક્સ અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૪૪ અને વધનારની સંખ્યા ૧૫૯૯ રહી હતી, ૨૨૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૫૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય અર્થતંત્રમાં ગત વર્ષે ૭.૧%નો ઘટાડો જોવા મળ્યા બાદ ભવિષ્યની સંભાવના વધુ અનુકુળ થતાં વર્ષ ૨૦૨૧નાં કેલેન્ડર વર્ષમાં ૧૨%ની વૃધ્ધીનું મુડીઝે અનુમાન લગાવ્યું છે. ડિસેમ્બર ૨૦૨૦એ સમાપ્ત થતા ત્રિમાસિકમાં જીડીપીનો વૃધ્ધી દર ૦.૪% રહ્યો છે, આ પ્રદર્શન અપેક્ષા કરતા ઘણું સારૂ છે. નિયંત્રણો હળવા કરાયા બાદ દેશ અને વિદેશમાં માંગ સુધરી છે, તેના કારણે હાલનાં મહિનાઓમાં મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન વધ્યું છે. મુડીઝનું અનુમાન છે  કે વિદેશી મુડીરોકાણમાં આગામી કેટલાક ત્રિમાસિકમાં વૃધ્ધી સાથે વર્ષ ૨૦૨૧માં સ્થાનિક માંગમાં સુધારો થતો જોવા મળશે.

નાણાકિય અને રાજકોષિય ખાધ નિતીઓ વૃધ્ધીનાં અનુકુળ રહેશે. ઉપરાંત નાણાકિય વર્ષ ૨૦૨૧-૨૨નાં બજેટથી વાર્ષિક રાજકોષિય ખાધ જીડીપીનાં લગભગ ૭% સુધી પહોંચી જશે. મુડીઝે કહ્યું હતું કે મુખ્ય મોંઘવારી વર્ષ ૨૦૨૧માં નિયંત્રિત રીતે વધશે, જો કે ખાદ્ય વસ્તુઓ અને ઇંધણમાં મોંઘવારીથી પરિવારોનાં ખર્ચ પર અસર પડશે, તે સાથે જ જો કોવિડ-૧૯ સંક્રમણની બીજી લહેર વેગ પકડી રહેશે તો તેનાં કારણે ૨૦૨૧માં સુધારાને જોખમ પેદા થઇ શકે છે.

તા.૨૩.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                                 

તા.૨૨.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૭૫૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૮૦૮ પોઈન્ટ થી ૧૪૮૩૮ પોઈન્ટ ૧૪૮૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૨.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૩૭૩૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૩૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૬૦૬ પોઈન્ટ થી ૩૩૪૭૪ પોઈન્ટ, ૩૩૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૧૯૦૨ ) :- ફાઇનાન્સિયલ સર્વિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૨૨ થી રૂ.૧૯૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એસીસી લિમિટેડ ( ૧૮૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૮૦ થી રૂ.૧૮૯૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૭૩ ) :- રૂ.૯૬૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૪ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૮૯ થી રૂ.૯૯૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અમરરાજા બેટરી ( ૮૭૫ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૮૮ થી ૮૯૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૫૯૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૮૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૦૬ થી રૂ.૬૧૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • માઇન્ડટ્રી લિમિટેડ ( ૨૦૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૯૦ થી રૂ.૧૯૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૪૬૫ ) :- રૂ.૧૪૯૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૦૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા કેમિકલ ( ૭૬૪ ) :- કોમોડિટી કેમિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૮૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૪૭ થી રૂ.૭૩૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલીકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૧૩ થી રૂ.૫૦૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૪૧૬ ) :- ૪૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૦૪ થી રૂ.૩૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!