એક બાળકના ઘડતરમાં તેના માતા-પિતા પછી જો કોઈનું મહત્વનું યોગદાન હોય તો તે તેના ગુરુનું હોય છે. ગુરુ એટલે શિષ્યમાં યોગ્ય તાલીમ, માર્ગદર્શન સાથે સંસ્કારોનું સિંચન કરનાર, સંઘર્ષને સફળતામાં બદલવા જેટલી મહેનત શિષ્ય કરે એટલીજ મહેનત ગુરુની પણ હોય છે.
મૂળ લાઠીના અને વર્ષોથી મુંબઈમાં સ્થાયી સ્વ.ડાહ્યાભાઈ ખીમજીભાઈ કંડોળિયાએ તા. ૧૮/૦૪/૨૦૨૧ના રોજ વિદાય લીધી ત્યારે એવું લાગ્યું કે શબ્દો સંગીત વિનાના થઈ ગયા. ડાહ્યાભાઈ ઘણા વર્ષોથી સંગીત સરિતા ગ્રૂપ ચલાવતા હતા અને ભારતના ખૂણે ખૂણેથી સુપ્રસિદ્ધ કલાકારો સાથે અસંખ્ય કાર્યક્રમો કર્યા છે .સફળ આયોજક તરીકે તેમની નોંધ લેવાય છે
સંગીત કે ગાયકી ક્ષેત્રમાં આગળ વધી પોતાની કારકિર્દી બનાવવા માંગતા અનેક કલાકારોને નિખાલસ અને નિઃસ્વાર્થ ભાવે સંગીતની તાલીમ આપી છે અને સાચી દિશા દર્શાવી છે.
ડાહ્યાભાઈ સ્વયં એક ઉચ્ચ કક્ષાના કલાકાર હતા ભજન હોય,લોકગીત હોય કે પછી કોઈ પણ પ્રકારની પ્રાર્થના હોય એ રજૂ કરવાની તેમની આગવી શૈલી અને ભાવ હંમેશા હંમેશા યાદ રહેશે .
આજે હું જતીન દરજી લોકગાયક તરીકેની ઓળખ ઉભી કરી શક્યો એમાં એમાં ડાહ્યાભાઈનું અમૂલ્ય યોગદાન છે
સંગીતની તાલીમ પછી આસ્થા ચેનલમાં સૌ પ્રથમ લોકડાયરો આપી સફળતાની કેડી કંડારી દીધી હતી. તેમની એક વિશેષતા હતી તેઓ સંગીત શીખવતા સાથે સત્યનાં માર્ગે ચાલવું અને નીતિ નિયમ થી જીવવું આ સલાહ આપતા જે મારા માટે બહુપયોગી સાબિત થઈ રહી છે.
મારા ગુરુ ડાહ્યાભાઈ ખીમજીભાઈ કંડોળિયાનું ગત ૧૮/૦૪/૨૦૨૧ના રોજ અવસાન થયું ત્યારે અને સમસ્ત કલાકાર જગત તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વંદન સાથે એટલું કહું કે….
આપની આ શ્વાસની સરગમ અને હૃદયનો ધબકાર બંધ કરવાનો અધિકાર ઇશ્વરને છે..કબુલ..પણ આમ નાનકડો પણ અણસાર આપ્યા વગર ચાલ્યા જાઓ એ બરાબર તો નથી જ…નવા અવતારમાં ફરીથી જલદી આવો ને અમને સંગીતનુ માર્ગદર્શન આપી પથદર્શક બનો..એવી પ્રભુને પ્રાર્થના
સમસ્ત કંડોળિયા અને વાઘેલા પરિવાર નાં જય શ્રી કૃષ્ણ…..