ભારતીય શેરબજારમાં બેન્કિંગ સેક્ટરની આગેવાની હેઠળ સાર્વત્રિક તેજી તરફી માહોલ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૪.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૯૪૪.૧૪ સામે ૪૯૦૬૬.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૦૬૬.૬૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૩૪.૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૮૯.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૭૩૩.૮૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૪૪.૭૦ સામે ૧૪૭૦૨.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૬૮૫.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૫.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૧.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮૪૬.૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. દેશ પર આવી પડેલા અનિશ્ચિત કોરોના કટોકટીના અસાધારણ સંકટથી એક તરફ હેલ્થ સિસ્ટમ પડી ભાંગવાની કગારે આવી જતાં અને બીજી તરફ એના પરિણામે અર્થતંત્ર ભાંગી પડવાની ભીતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને આ સંકટમાથી ઊગારવા યુદ્વના ધોરણે પગલાં લેવાની શરૂઆત કરી દેવાતાં અને આ યુદ્વમાં કોર્પોરેટ જૂથો પણ જોડાઈ જઈને બનતી પૂરતી મદદે દોડી આવતાં તેમજ અમેરિકા, યુ.કે., ફ્રાંસ, જર્મની સહિતના દેશો પણ આ સંકટમાં ભારતમાં ભારતની મદદે આવી જતાં આ સંકટમાથી બહાર નીકળવાનું હવે વધુ મુશ્કેલ નહીં બને એવી અપેક્ષા વચ્ચે આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ આગળ વધતી જોવા મળી હતી.

દેશમાં કોરોનાના પરિણામે આર્થિક મોરચે વૃદ્વિમાં પીછેહઠના અંદાજો છતાં કોરોનાને માત આપવા દેશમાં સ્થાનિક બે વેક્સિન સિવાય અન્ય વિદેશી વેક્સિનોને તાકીદે સરકાર મંજૂરી આપી હોઈ આગામી દિવસોમાં ફરી કોરોના કાબૂમાં આવી જવાની અપેક્ષા અને આર્થિક વૃદ્વિ વેગ પકડશે એવા અંદાજોએ ફોરેન ફંડોએ આજે પણ શેરોમાં તેજી કરતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં તેજી સાથે એપ્રિલ ડેરિવેટિવ્ઝની એક્સપાયરી નજીકમાં હોવાથી અને દેશમાં વધી રહેલા કોરોનાના કેસોથી મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં કડક પગલાં લાગુ કરવામાં આવ્યા હોવાથી રોકાણકારોમાં સાવચેતી પણ જોવા મળી હતી. ઉપરાંત મારા મતે આગામી દિવસોમાં બજારમાં નફારૂપી વેચવાલીનું દબાણ પણ જોવા મળી શકે છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, કેપિટલ ગુડ્સ, મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૭૮ અને વધનારની સંખ્યા ૧૭૮૫ રહી હતી, ૧૮૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૩૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના સંક્રમણના પરિણામે વિવિધ રાજયોમાં ફરી લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ સાથે સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આગામી દિવસોમાં આ સંક્રમણને રોકવામાં સફળતા મળવાના સંજોગોમાં બજારો પરનું જોખમ પણ હળવું થઈ શકે છે. મારા મતે જેમ જેમ વેક્સિનેશન પ્રોગ્રામ વ્યાપક બનશે તેમ તેમ સ્થિતિમાં સુધારો જોવા મળશે. કોરોનાના રસીકરણ અભિયાન હેઠળ મોટાભાગની વસતિને આવરી લેવાયા બાદ વર્તમાન નિયંત્રણો હળવા બનશે અને તેને પરિણામે આર્થિક ગતિવિધિઓને નોંધપાત્ર વેગ મળશે, જેનાથી ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ જોવાશે.

કોરોનાના કેસો ફરી વધવા લાગતાં અત્યાર સુધી શોધાયેલી વેક્સિનમાં વધુ ડેવલપમેન્ટ અનિવાર્ય હોવાના અને વેક્સિનેશન પ્રોગ્રામ વધુ કેટલી ઝડપે આગળ વધી શકશે એના પર નજર વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ આગામી દિવસોમાં સાવચેતી જોવાય એવી શકયતા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે વેક્સિનેશનના ડેવલપમેન્ટ તેમજ આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને વૈશ્વિક બજારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૯.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૮.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૮૪૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૭૭૭ પોઈન્ટના પ્રથમ અને ૧૪૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૯૦૯ પોઈન્ટ થી ૧૪૯૩૯ પોઈન્ટ ૧૫૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૮.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૩૬૬૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૩૦૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૮૮૮ પોઈન્ટ થી ૩૪૦૦૮ પોઈન્ટ, ૩૪૨૭૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૨૭૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૯૯૪ ) :- ઇન્ટિગ્રેટેડ ઓઈલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૪૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૦૩ થી રૂ.૨૦૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૨૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૭૮ ) :- રૂ.૯૬૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૪ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૩ થી રૂ.૧૦૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૯૬૦ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૭૩ થી રૂ.૯૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એક્સિસ બેન્ક ( ૭૦૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૯૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૧૪ થી રૂ.૭૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૮૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્પેશિયાલીટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૬૦ થી રૂ.૧૮૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૫૦ ) :- રૂ.૧૩૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૮૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૨૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૦૭ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૩૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૯૮ થી રૂ.૮૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • અમરરાજા બેટરી ( ૮૧૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૩૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૯૭ થી રૂ.૭૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૫૯૨ ) :- ૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૮૦ થી રૂ.૫૬૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!