ભારતીય શેરબજારમાં અફડા તફડી સાથે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૪.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૧૫૯.૩૨ સામે ૪૯૪૪૧.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૯૩૬.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૪૫.૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨.૦૭ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૨૦૧.૩૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૯૮.૪૫ સામે ૧૪૭૫૦.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૬૧૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૫.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૭૬૩.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. કોરોના સંક્રમણમાં ફરી વધારાને લઈ આર્થિક મોરચે આવનારા દિવસો પડકારરૂપ બની રહેવાની અને આર્થિક વૃદ્વિને નેગેટીવ અસર થવાનો ભય ઝળુંબી રહ્યો છે કોરોના સંક્રમણના નવા તબક્કામાં રસી કારગત નીવડશે કે કેમ તે પણ એક યક્ષ પ્રશ્ન છે. આમ, રસીના મુદ્દે આગામી સમયમાં થનાર ગતિવિધીની પણ ઇક્વિટી બજાર પર અસર જોવા મળશે તેવુ જણાય છે.

કોરોના વાયરસના કેસમાં ભારે વધારાના પગલે વ્યાપાર પ્રવૃત્તિની ગતિને અવરોધાઈ છે. પરંતુ આનાથી વધારે નુકસાન થવાની સંભાવના નથી કારણ કે રસીકરણની પ્રક્રિયામાં વધારો કરીને વાયરસનો ફેલાવો અટકાવવાના પ્રયાસ જારી છે. જે જોતા નાણાંકીય વર્ષ ૨૦૨૨માં કોર્પોરેટ કમાણીમાં જોવા મળશે આર્થિક મોરચે વિકટ બની રહેલી પરિસ્થિતિ અને દેશના અર્થતંત્ર પર માઠી અસરના એંધાણ વચ્ચે આજે નીચા મથાળેથી નવી ખરીદી નોંધાતા ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી. આગામી દિવસોમાં વેક્સિનેશન પ્રોગ્રામ વેગ પકડવાથી કોરોનાના સંક્રમણને વધતું અટકાવી શકાશે એવી અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, યુટીલીટી, બેન્કેકસ, કન્ઝ્યુમર ડયુરેબલસ, ઓઈલ & ગેસ વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૭૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૧૭ અને વધનારની સંખ્યા ૧૬૬૪ રહી હતી, ૧૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય શેરબજારમાં મોટા પાયે ખરીદીના આંકડા હવે અદ્રશ્ય થવા સાથે છેલ્લા બે સપ્તાહમાં ફંડો-દિગ્ગજો દ્વારા બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે, એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે. છેલ્લા બે સપ્તાહથી શેરોમાં વિક્રમી તેજીને વિરામ આપીને ફંડોએ તેજીનો વેપાર હળવો કરવા લાગ્યા છે જેને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં ફોરેન ફંડોની વેચવાલી વધવાના સંજોગોમાં બે તરફી અફડા તફડી વધવાની પૂરી શક્યતા રહેશે ઉપરાંત લોંગ ટર્મ બોન્ડ યીલ્ડ્સના ટ્રેન્ડ્સ, ક્રૂડ ઓઈલના ભાવો પર નજર રહેશે.

ભારતીય શેરબજાર હાલ ઉંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યું છે. વિશ્વ સહિત ભારતમાં કોરોનાના કેસમાં વધારો અને ફરી લૉકડાઉનના કિસ્સામાં વધારો થશે તો તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા જોવાઈ રહી છે. આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં પ્રોફિટ બુકિંગની સંભાવના પણ જોવાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

તા.૦૭.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૬.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૭૬૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૪૫૭૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૮૦૮ પોઈન્ટ થી ૧૪૮૩૮ પોઈન્ટ ૧૪૮૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૬.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૨૭૧૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૩૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૬૩૬ પોઈન્ટ થી ૩૨૪૭૪ પોઈન્ટ, ૩૨૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એસીસી લિમિટેડ ( ૧૯૧૫ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઈન્ડીગો ( ૧૫૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૦૩ થી રૂ.૧૬૧૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટાટા સ્ટીલ ( ૮૬૮ ) :- રૂ.૮૪૮ નો પ્રથમ તેમજ રૂ.૮૩૮ ના બીજા સપોર્ટથી આર્યન & સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૮૩ થી રૂ.૮૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારતી એરટેલ ( ૫૩૫ ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૪૭ થી ૫૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી ( ૪૮૨ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૬૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૯૪ થી રૂ.૫૦૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • કોટક બેન્ક ( ૧૭૭૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૫૫ થી રૂ.૧૭૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૦૪૯ ) :- રૂ.૧૦૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • અદાણી પોર્ટ ( ૮૫૪ ) :- મરીન પોર્ટ & સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૩૦ થી રૂ.૮૧૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૪૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૦૬ થી રૂ.૫૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૫૪૯ ) :- ૫૬૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૭૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૩૩ થી રૂ.૫૨૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!