રિઝર્વ બેંક દ્વારા વ્યાજદર યથાવત્ રાખતા શેરબજારમાં તેજી તરફી માહોલ…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૪.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૨૦૧.૩૯ સામે ૪૯૨૭૭.૦૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૦૯૩.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૦૬.૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬૦.૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૬૬૧.૭૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૫૧.૪૫ સામે ૧૪૭૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૭૦૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૯.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮૮૦.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત તેજીએ થઈ હતી. કોરોના સંક્રમણમાં ફરી વધારાને લઈ આર્થિક મોરચે આવનારા દિવસો પડકારરૂપ બની રહેવાની અને આર્થિક વૃદ્વિને નેગેટીવ અસર થવાનો ભય ઝળુંબી રહ્યો છે, ત્યારે પૂરા થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના અંતિમ મહિનામાં આર્થિક ગતિવિધિઓ વધતાં માર્ચ ૨૦૨૧માં સરકારની જીએસટી આવક એકત્રિકરણ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી જતાં અને નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ નાણાંકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન ૧૦.૫% પર યથાવત રાખતા ભારતીય શેરબજારમાં પોઝિટિવ સેન્ટીમેન્ટ જોવા મળ્યું હતું.

દેશભરમાં વધી રહેલા કોરોના સંક્રમણના પરિણામે પરિસ્થિતિ મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ ચિંતાજનક બનવા લાગતાં ગુજરાત સરકારની તાકીદની મીટિંગમાં નાઈટ કર્ફયુ સહિતના આકરા પગલાં બાદ હવે એક પછી એક પ્રમુખ રાજયોમાં લેવાની ફરજ પડવા લાગતાં અને દિલ્હીમાં પણ નાઈટ કર્ફયુ લાદવામાં આવતાં આ પરિસ્થિતિ અર્થતંત્ર માટે મોટી સમસ્યા બની જવાના એંધાણ વચ્ચે સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે. ઉપરાંત રાજ્યમાં બીજા તબક્કાના લોકડાઉનના ભણકારા વચ્ચે ઉત્પાદન ક્ષેત્રની વિવિધ કંપનીઓએ ચિંતા વ્યકત કરી છે અને સંપૂર્ણ લોકડાઉનને બદલે ઔદ્યોગિક કામદારોને તાત્કાલિક વેક્સિન પૂરી પાડવાની માગણી કરવામાં આવી રહી છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૧૧ અને વધનારની સંખ્યા ૧૮૩૭ રહી હતી, ૧૮૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની ૫ એપ્રિલથી ચાલુ થયેલી ૩ દિવસીય બેઠક બાદ આજે વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કર્યા વગર રેપો રેટને ૪% અને રિવર્સ રેપો રેટ ૩.૩૫% યથાવત રાખ્યા હતા. વર્ષ ૨૦૨૦ના ફેબ્રુઆરીથી અત્યારસુધીમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં અંદાજીત ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાનો પ્રસાર વધી રહ્યો છે તેમ છતા અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે. જો કે, જે રીતે હાલ કેસ વધ્યા છે તેનાથી થોડી અનિશ્ચિતતા વધી છે, પરંતુ ભારત પડકારોનો સામનો કરવા તૈયાર છે.

તાજેતરના દિવસોમાં ક્રુડ ઓઈલ સહિત વિવિધ કોમોડિટીઝના ભાવમાં જોરદાર વધારો  થયો છે. જેને કારણે ફુગાવાજન્ય દબાણ વધતાં સાથે કોરોનાના કેસમાં ફરી થઈ રહેલા વધારા તથા તેને કારણે કેટલાક રાજ્યોમાં લાગુ કરાયેલા મિનિ લોકડાઉનને પગલે અનિશ્ચિતતા ઊભી થવા ઉપરાંત અર્થતંત્રમાં રિકવરીની ગતિ ધીમી છતા રિઝર્વ બેન્ક દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે જીડીપી ગ્રોથનું અનુમાન ૧૦.૫% જાળવી રાખ્યું છે.

તા.૦૮.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૭.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૮૮૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૯૭૭ પોઈન્ટના પ્રથમ અને ૧૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૮૦૮ પોઈન્ટ થી ૧૪૭૭૦ પોઈન્ટ ૧૪૭૩૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૭.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૩૧૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૩૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૦૦૩ પોઈન્ટ થી ૩૨૮૮૮ પોઈન્ટ, ૩૨૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એચડીએફસી બેન્ક ( ૧૪૫૬ ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૭૪ થી રૂ.૧૪૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૯૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઈન્ડીગો ( ૧૫૮૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૫૫ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૦૬ થી રૂ.૧૬૧૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૦૦૭ ) :- રૂ.૯૯૦ નો પ્રથમ તેમજ રૂ.૯૭૪ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૨૨ થી રૂ.૧૦૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૯૦૭ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૧૯ થી ૯૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૮૮૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૬૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આર્યન & સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૯૩ થી રૂ.૯૦૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૮૯૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્પેશિયાલટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૧૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૭૭ થી રૂ.૧૮૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • રામકો સિમેન્ટ ( ૧૦૪૪ ) :- રૂ.૧૦૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૨૭ થી રૂ.૧૦૧૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • અમર રાજા બેટરી ( ૮૩૫ ) :- ઓટો પોર્ટ & ઇક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૬૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નીસિંગ & પેઈન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૮૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૪૪ થી રૂ.૭૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૫૪૯ ) :- ૫૭૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૩૭ થી રૂ.૫૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૯૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!