સ્ટીલ અને સિમેન્ટ સેક્ટરનાં તોફાની તેજીના માહોલ વચ્ચે ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૪.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૬૬૧.૭૬ સામે ૪૯૮૮૫.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૫૮૧.૬૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૬.૪૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૪.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૭૪૬.૨૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૮૮૮.૦૦ સામે ૧૪૯૩૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૮૭૩.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૧.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૩૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગઇકાલે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની પ્રથમ ધિરાણ નીતિ સમીક્ષામાં અપેક્ષા મુજબ વ્યાજ દર યથાવત રાખીને અને આ સાથે જંગી સરકારી બોન્ડ ખરીદીના સંકેત આપતાં ફંડોએ આજે ભારતીય શેરબજારોમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં તેજી કરી હતી, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આ સંકેત સામે કોરોના સંક્રમણ દેશભરમાં સતત ફેલાઈ રહ્યું હોઈ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજયોમાં પરિસ્થિતિ અંકુશ બહાર જઈ રહ્યાના અહેવાલોએ ચિંતા વધતાં લોકડાઉનના આકરાં પગલાં લેવાની પડી રહેલી ફરજે અર્થતંત્ર પર માઠી અસર પડવા લાગી હોઈ આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાના અને આર્થિક વૃદ્વિ-જીડીપી વૃદ્વિને મોટો ફટકો પડવાના અંદાજે ઉછાળે નફારૂપી વેચવાલી પણ જોવા મળી હતી.

કોરોના સંક્રમણના પરિણામે વિવિધ રાજયોમાં ફરી લોકડાઉન લાગુ કરવાની પડી રહેલી ફરજ સાથે સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આગામી દિવસોમાં આ સંક્રમણને રોકવામાં સફળતા મળવાના સંજોગોમાં બજારો પરનું જોખમ પણ હળવું થઈ શકે છે, પરંતુ હાલ પરિસ્થિતિ પડકારરૂપ બની રહી હોઈ અને પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારાને લઈ મોંઘવારી વધુ અસહ્ય બનવાની પૂરી શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ ડહોળાવાની પૂરે પૂરી સંભાવના છે. જેથી ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, ફાઇનન્સ, યુટિલિટી અને બેંકેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૬૨ અને વધનારની સંખ્યા ૧૮૫૮ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને કારણે મહારાષ્ટ્ર તથા દેશના અન્ય રાજ્યોમાં લાગુ કરાયેલા મિનિ લોકડાઉન સહિતના પગલાંને પરિણામે દેશની વર્તમાન નાણાં વર્ષની ગ્રોસ વેલ્યુ એડેડ વૃદ્ધિમાં  ૦.૩૨%નો ફટકો પડવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનને કારણે સૌથી વધુ નુકસાન વેપાર, હોટેલ્સ, રેસ્ટોરેન્ટ, સ્ટોરેજ જેવા ક્ષેત્રને થવાની ધારણાં છે. બીજા ક્રમે નાણાંકીય સેવાઓ, રિઅલ એસ્ટેટ તથા વ્યવસાયીક સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વીજ ક્ષેત્ર, ઉત્પાદન ક્ષેત્ર વગેરેને પણ નુકસાન થશે. વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૧-૨૨માં સ્થિતિ સામાન્ય બની જશે તેવી ધારણાંએ કેર રેટિંગ્સે માર્ચ ૨૦૨૨ના અંતે ભારતની જીવીએ વૃદ્ધિ ૧૦.૨૪% રહેવા પહેલા અંદાજ મૂકયો હતો. પરંતુ વર્તમાન નાણાં વર્ષનો પ્રારંભમાં જ આર્થિક ખલેલો ઊભી થઈ છે, જેને કારણે એકંદર ઉત્પાદન તથા ઉપભોગ પર અસર પડશે.

તા.૦૯.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૮.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૯૩૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૧૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૮૮૮ પોઈન્ટ થી ૧૪૮૦૮ પોઈન્ટ ૧૪૭૦૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૮.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૨૯૪૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૩૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૮૦૮ પોઈન્ટ થી ૩૨૭૩૭ પોઈન્ટ, ૩૨૫૭૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાઈટન લિમિટેડ ( ૧૫૭૪ ) :- એપરલ્સ & એસેસરીઝ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૫૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૮૮ થી રૂ.૧૫૯૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૨૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૯૦ થી રૂ.૧૩૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અમરરાજા બેટરી ( ૮૧૪ ) :- રૂ.૭૯૭ નો પ્રથમ તેમજ રૂ.૭૮૭ ના બીજા સપોર્ટથી ઓટો પોર્ટ & ઇક્વિપમેન્ટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૨૧ ) :- આર્યન & સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૩૬ થી ૬૪૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
  • ડાબર ઇન્ડિયા ( ૫૬૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૭૭ થી રૂ.૫૮૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૪૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૯૬ થી રૂ.૧૩૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૦૫૧ ) :- રૂ.૧૦૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૨૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૮૪૬ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૬૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૩૦ થી રૂ.૮૨૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટીવીએસ મોટર ( ૫૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૪૭ થી રૂ.૫૩૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૯૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જિંદાલ સ્ટીલ ( ૪૨૦ ) :- ૪૪૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૦૪ થી રૂ.૩૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૫૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!