ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૧૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૬૪૯.૬૮ સામે ૫૮૮૩૧.૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૩૪૦.૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૪૯.૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૭.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૮૦૭.૧૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૧૩.૬૫ સામે ૧૭૫૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૪૧૬.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૪.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૩.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૫૫૭.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણ યુરોપના ઘણાં દેશોમાં વધવા લાગતાં અને વિશ્વભરને ફુગાવો – મોંઘવારીનો દાનવ દઝાડવા લાગ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટી ચિંતા ઊભી થઈ હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓએ સાવચેતીમાં શેરોમાં તેજીનો વેપાર સતત હળવો કરવાનું ચાલુ રાખ્યું હતું. સેન્સેક્સ, નિફટી બેઝડ બજારને અફડાતફડીના અંતે પોઝિટીવ ઝોનમાં રાખીને ફંડોએ કેપિટલ ગુડ્સ, એફએમસીજી, એનર્જી અને ટેલિકોમ કંપનીઓના શેરોમાં પસંદગીની તેજી કરીને બજારને સેન્સેક્સ, નિફટી બેઝડ ઉંચકાવ્યું હતું. જ્યારે બેંકિંગ – ફાઈનાન્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં અને રિયલ્ટી શેરોમાં પણ સાધારણ નફારૂપી વેચવાલીએ ઈન્ડેક્સ બેઝડ આરંભિક ઉછાળો ઓસરતો જોવાયો હતો.

દેશભરમાં કોરોના સંક્રમણની બીજી લહેર અત્યંત વિસ્ફોટક રહ્યા બાદ આ મહામારીથી સર્જાયેલી ભયંકર હેલ્થ કટોકટીમાં ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ દ્વારા આ માટે બનાવવા આવતી દવાઓની માંગમાં અસાધારણ વધારાને લઈ ત્રીજી લહેરની ચિંતાએ આજે સતત ફાર્મા શેરોમાં તેજી રહી હતી. વૈશ્વિક મોરચે  ફુગાવા – મોંઘવારીનું પરિબળ સતત જોખમી બની રહ્યું હોઈ આગામી દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર પર મોટી નેગેટીવ અસરની શકયતા વચ્ચે એક તરફ વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં સતત વેચવાલ બની રહ્યા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં ખરીદી ચાલુ રાખીને આજે ઈન્ડેક્સ મેનેજ કરીને અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, ફાઈનાન્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૫ અને વધનારની સંખ્યા ૨૧૧૧ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૪૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ઉત્પાદન ક્ષેત્ર બાદ નવેમ્બર માસમાં દેશના સેવા ક્ષેત્રની કામગીરી છેલ્લા એક દાયકાની ઉંચી સપાટીએ જોવા મળી છે. ઘરેલું માગમાં જોરદાર રિકવરી જળવાઈ રહેતા ગયા મહિને સેવા ક્ષેત્રમાં મજબૂતાઈ ટકી  રહી હતી. આઈએચએસ માર્કિટ દ્વારા તૈયાર કરાયેલ સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ\’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે ઓકટોબર માસમાં ૫૮.૪૦ રહ્યો હતો તે નવેમ્બરમાં ૫૮.૧૦ રહ્યો છે. આમ ઓક્ટોબરની સરખામણીમાં આંકડો ઘટીને આવ્યો છે પરંતુ જુલાઇ ૨૦૧૧ પછી આ આંકડો બીજા ક્રમનો સૌથી ઉચો આંકડો છે. નવેમ્બરનો સેવા ક્ષેત્રનો પીએમઆઈ છેલ્લા એક દાયકાનો બીજો ઊંચો પીએમઆઈ રહ્યો છે.

એશિયાના ત્રીજા મોટા અર્થતંત્ર ભારતમાં વેક્સિનેશનમાં ઝડપ તથા સરકારી ખર્ચમાં વધારાને કારણે અર્થતંત્રમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો આર્થિક વિકાસ દર ૮.૪૦ ટકા રહ્યો છે. છેલ્લા નવ વર્ષમાં વર્તમાન વર્ષના ઓકટોબરને બાદ કરતા નવેમ્બરમાં નવા વેપારનું વિસ્તરણ સૌથી ઝડપી ગતિએ જોવા મળ્યું છે, પરંતુ ઓમિક્રોન વેરિયન્ટ અર્થતંત્રને વધુ એક ફટકો મારશે તેવી ચિંતા ઊભી થઈ છે. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો મળીને સંયુકત સરેરાશ ઈન્ડેકસ જે ઓકટોબરમાં ૫૮.૭૦ રહ્યો હતો તે નવેમ્બરમાં ૫૯.૨૦ સાથે દસ વર્ષની ઊચી સપાટીની નજીક પહોંચ્યો છે. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની મજબૂત કામગીરીને જોતા વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના જીડીપી આંક ઊંચા રહેવા અપેક્ષા જોવા મળી રહી છે.

તા.૧૦.૧૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૯.૧૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૫૫૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૭૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૫૮૮ પોઈન્ટ થી ૧૭૬૦૬ પોઈન્ટ ૧૭૬૩૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૯.૧૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૨૦૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૬૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૩૭૩ પોઈન્ટ થી ૩૭૪૩૪ પોઈન્ટ, ૩૭૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • કોટક બેન્ક ( ૧૯૨૭ ) :- બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૪૨ થી રૂ.૧૯૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • મહાનગર ગેસ ( ૯૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૯૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૮૭૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૩૭ થી રૂ.૯૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૫૩ ) :- રૂ.૮૩૮ નો પ્રથમ તેમજ રૂ.૮૨૮ ના બીજા સપોર્ટથી કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૬૮ થી રૂ.૮૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારતી એરટેલ ( ૭૧૬ ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૩ થી રૂ.૭૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૯૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અમરરાજા બેટરી ( ૬૪૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૨૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૫૬ થી રૂ.૬૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૮૮૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમર્શિયલ વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૭૦ થી રૂ.૧૮૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૨૫૭ ) :- રૂ.૧૨૮૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૭૫૬ ) :- બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૮૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૪૪ થી રૂ.૭૩૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૭૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૯૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૬૦ થી રૂ.૬૪૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૫૮૧ ) :- રૂ.૫૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૦૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૬૮ થી રૂ.૫૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૨૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!