ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૧૨.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૧૧૭.૦૯ સામે ૫૮૧૨૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૬૭૧.૬૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૪૬.૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૯.૦૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૭૮૮.૦૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૫૫.૦૫ સામે ૧૭૩૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૨૧૭.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૨.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૭.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૪૭.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સાવચેતીએ થઈ હતી. રિટેલ બાદ જાહેર થયેલો જથ્થાબંધ ફુગાવાનો આંક વધીને ૧૪.૨૦% સાથે ૧૨ વર્ષની ઊંચી સપાટીએ આવતા ભારતીય શેરબજારનું માનસ ખરડાયું હતું. અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની બેઠકની જાહેરાત પૂર્વે રોકાણકારોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવતા ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ આજે સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. કર્ણાટક, દિલ્હી બાદ મુંબઈ – મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વાયરસના શંકાસ્પદ કેસો વધવા લાગતાં ગમે તે ઘડીએ ફરી લોકડાઉન લાગી શકે છે એવા અહેવાલો  વહેતાં થતાં ફફડાટમાં રિયલ્ટી, યુટિલિટીઝ, ટેક – આઇટી અને મેટલ શેરોમાં ઓફલોડિંગે બીએસઇ સેન્સેક્સ ૩૨૯ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૦૭ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.

વિશ્વને અત્યારે હચમચાવી રહેલાં અને ખાસ યુરોપના દેશોમાં ઓમિક્રોન – કોરોના વાયરસને લઈને અફડાતફડી મચી છે, અને અમેરિકા બોન્ડ ટેપરીંગ વહેલું કરવાના સંકેત આપી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે નરમાઈ જોવાઈ રહી છે, ત્યારે ભારતમાં પણ ઓમિક્રોનના પોઝિટીવ કેસોનો આંક વધવા લાગતાં ફરી દેશમાં લોકડાઉનના ભણકારાં વાગવા લાગતાં ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે ફરી ધોવાણ થયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો અને કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૨૦ અને વધનારની સંખ્યા ૧૭૧૨ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૩૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૮૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના જુલાઈથી સપ્ટેમ્બર સુધીના બીજા ત્રિમાસિક દરમિયાન ભારતમાં સીધુ વિદેશી રોકાણમાં વાર્ષિક ધોરણે ૪૨%નો ઝડપી ઘટાડો નોંધાયો છે અને તે ૧૩.૫ અબજ ડોલર રહ્યુ છે. આમ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસિકગાળામાં ભારતે ૩૧.૧ અબજ ડોલરનું સીધુ વિદેશી રોકાણ મેળવ્યુ. ઉલ્લેખનિય છે કે, વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટર દરમિયાન દેશમાં ૨૩.૪ અબજ ડોલરનું સીધુ વિદેશી રોકાણ આવ્યુ હતુ. અલબત્ત કોરોના મહામારી પૂર્વેના નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિકગાળાની સરખામણીએ એફડીઆઇનો મૂડીપ્રવાહ ૩૯.૧૭% વધ્યો હતો. ગત નાણાંકીય વર્ષ ૨૦૨૧ સપ્ટેમ્બર ક્વાર્ટરના ૨૮.૧ અબજ ડોલરની સરખામણીએ ચાલુ વર્ષના બીજા ત્રિમાસિકમાં ઇક્વિટી ઇનફ્લો, રિ-ઇન્વેસ્ટેડ અર્નિંગ્સ અને અન્ય મૂડી સહિત કુલ ખઘૈં ઇનફ્લો વાર્ષિક ધોરણે ૩૦% ઘટીને ૧૯.૭ અબજ ડોલર રહ્યો છે.

ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસિકગાળા દરમિયાન ભારતમાં સીધુ વિદેશી મૂડીરોકાણ બમણી વૃદ્ધિ સાથે ૧૭.૫ અબજ ડોલર નોંધાયુ છે જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૬.૫૬ અબજ ડોલર હતું. આ સાથે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસિકગાળામાં ભારતે ૩૧.૧ અબજ ડોલરનું સીધુ વિદેશી મૂડીરોકાણ મેળવ્યુ છે જે વાર્ષિક તુલનાએ વિદેશી મૂડીપ્રવાહમાં ૪%ની વૃદ્ધિ દર્શાવે છે. આગામી દિવસોમાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ ટેપરીંગ થવાની પૂરી શકયતા સાથે વ્યાજ દરમાં વધારો થવાની શકયતા જોવાઈ રહી છે, ત્યારે યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગ, ફુગાવો, બોન્ડ ટેપરીંગ, વ્યાજ દરમાં વધારાની શકયતા વચ્ચે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર નજર રહેશે.

તા.૧૬.૧૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૫.૧૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૨૪૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૧૭૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૨૦૨ પોઈન્ટ થી ૧૭૧૮૮ પોઈન્ટ ૧૭૧૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૫.૧૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૯૦૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૩૭૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૭૭૭ પોઈન્ટ થી ૩૬૬૭૬ પોઈન્ટ, ૩૬૫૭૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૧૧ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૮૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • મુથુત ફાઈનાન્સ ( ૧૪૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૪૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૨૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૧૫૫ ) :- રૂ.૧૧૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૧૦૯ ના બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ઈન્ડસઈન્ડ બેન્ક ( ૯૩૯ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૨૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૬૮૭ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ સર્વિસ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૯૬ થી રૂ.૭૦૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૦૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિયલ્ટી સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૦૦૨ થી રૂ.૧૯૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • કોટક મહિન્દ્ર બેન્ક ( ૧૮૭૦ ) :- રૂ.૧૮૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૫૫ થી રૂ.૧૮૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૨૧૪ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૫ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • એચસીએલ ટેક્નોલોજીસ ( ૧૧૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૨૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૬૯૫ ) :- રૂ.૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૮૬ થી રૂ.૬૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!