ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની અપેક્ષિત ઉછાળે નફારૂપી વેચવાલી…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૧૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૭૧૮.૭૧ સામે ૬૦૭૫૫.૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૧૯૯.૫૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૦૩.૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૬.૩૪ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૩૨૨.૩૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૪૧.૦૦ સામે ૧૮૧૨૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૯૭૮.૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૧.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૪.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૯૮૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સામાન્ય મજબૂતીએ થયા બાદ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સતત એક તરફી તેજી બાદ આજે ભારતીય શેરબજાર પર મંદીવાળાઓએ આખરે પોતાની પકડ બનાવી લીધી હતી. તેજીના અતિના અતિરેક બાદ આખરે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોને ભારતીય શેરબજારોમાં રોકાણ મોંઘુ લાગવા માંડયું છે. વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય શેરબજારોમાં રોકાણ ઓવરવેલ્યુ – મોંઘું હોવાનું જણાવ્યા સાથે એફપીઆઈઝની શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અફડાતફડી બાદ આજે ઉછાળે નફારૂપી વેચવાલી હાથ ધરી હતી. બજારમાં મંદીવાળાઓએ પકડ મજબૂત કરવા પૂરતું જોર લગાવી દીધા સામે તેજીવાળાઓ ઘટાડે બજારમાં તેજી કરીને મંદીવાળાઓને ફસાવવા પ્રયાસ કરવા લાગ્યા હતા. પરંતુ મંદીવાળાઓ આખરે બજાર પર પોતાનો કબજો જમાવવામાં સફળ થયા હતા.

વૈશ્વિક સ્તરે ચીન, રશિયા તેમજ યુકેમાં કોરોનાના કેસ વધતા ફરીથી લોકડાઉનના અમલથી વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ રૂંધાવાની ભીતિ તેમજ કેટલાક દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટના કારણે મહામારીએ ફરી માથું ઉંચકતા સાવચેતીમાં બજારોમાં ધોવાણ વધતું જોવાયું હતું. ભારતીય શેરબજારમાં લાંબા સમયથી વિક્રમી તેજી અને ફોરેન ફંડો દ્વારા છેલ્લા બે દિવસ જંગી ખરીદી કર્યા બાદ આજે અપેક્ષિત અને અનિવાર્ય બની ગયેલું કરેકશન જોવા મળ્યું હતું. સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના પ્રતિકૂળ અહેવાલો પાછળ ચોમેરથી આવેલી વેચવાલીના ભારે દબાણના પગલે આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, સીડીજીએસ, કેપિટલ ગુડ્સ, આઇટી, ઈન્ડસ્ટ્રીયલ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૨૯ અને વધનારની સંખ્યા ૧૬૦૨ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ઘરઆંગણે તથા આંતરરાષ્ટ્રીય બજારોમાં લિક્વિડિટીની સાનુકૂળ સ્થિતિ, અર્થતંત્રમાં રિકવરીને લઈને આશાવાદ, રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારો જેવા કારણોસર નાણાં વર્ષ ૨૦૨૧માં મજબૂત કામગીરી દર્શાવ્યા બાદ વર્તમાન નાણાં વર્ષમાં દેશના શેરબજારમાં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૨ એટલે કે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં શેરબજારોનું દૈનિક ટર્નઓવર વધીને રૂ.૫૬.૩૬ લાખ કરોડ રહ્યું છે. જે ગયા નાણાં વર્ષની સરખામણીએ બમણાથી પણ વધુ છે. નાણાં વર્ષ ૨૦૨૦માં દૈનિક ટર્નઓવરનો આંક જે રૂ.૧૪.૩૯ લાખ કરોડ રહ્યો હતો તે ૨૦૨૧માં ૯૪% વધી રૂ.૨૭.૯૨ લાખ કરોડ પર પહોંચી ગયો હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. 

શેરબજારોમાં કામકાજ વધવા સાથે બ્રોકરેજ પેઢીઓની આવકમાં છેલ્લા બે વર્ષમાં જોરદાર વધારો થયો છે.જો કે શેરબજારમાં બ્રોકરેજ હાઉસોની સ્પર્ધાનો બેન્ક બ્રોકરેજોએ સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાન્ઝકશન્સ વોલ્યુમની દ્રષ્ટિએ જોવા જઈએ તો, ઈક્રા રેટેડ બેન્ક બ્રોકરેજોનો બજાર હિસ્સો નાણાં વર્ષ ૨૦૨૧માં ઘટયો હતો અને વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પણ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ક બ્રોકરેજ સિવાયના બ્રોકરેજ હાઉસોએ તાજેતરના દિવસોમાં તેમના ગ્રાહક સ્તરમાં જોરદાર વધારો હાંસલ કર્યો છે. આ સાથે ભારતીય શેરબજાર ખાસ્સા સમયથી ઓવરબોટ ઝોનમાં હોવાથી આગામી દિવસોમાં ફોરેન તથા સ્થાનિક ફંડો સાથે સ્થાનિક રોકાણકારો નફો બુક કરશે કે ખરીદીનો માહોલ યથાવત રાખશે તેનાં ઉપર ભારતીય શેરબજારનો આધાર રહેશે. 

તા.૧૭.૧૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૬.૧૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૯૮૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૧૭૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૮૦૦૮ પોઈન્ટ થી ૧૮૦૩૮ પોઈન્ટ ૧૮૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૬.૧૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૮૩૨૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૭૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૮૪૭૪ પોઈન્ટ થી ૩૮૫૭૫ પોઈન્ટ, ૩૮૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાટા સ્ટીલ ( ૧૨૩૦ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાટા કેમિકલ ( ૯૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૧૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૦૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ભારતી એરટેલ ( ૭૩૦ ) :- રૂ.૭૧૭ નો પ્રથમ તેમજ રૂ.૭૦૭ ના બીજા સપોર્ટથી ટેલિકોમ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૪૪ થી રૂ.૭૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અમરરાજા બેટરી ( ૬૭૦ ) :- ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૮૪ થી રૂ.૬૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૫૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • કેડીલા હેલ્થકેર ( ૪૭૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૬૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૯૪ થી રૂ.૫૦૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૩૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૧૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૭૭ થી રૂ.૧૩૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • HCL ટેકનોલોજી ( ૧૧૬૫ ) :- રૂ.૧૧૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૨૧ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૯૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૭૮ થી રૂ.૭૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ચોલામંડલમ ફાઈનાન્સ ( ૬૪૪ ) :- રૂ. ૬૫૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૬૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૩૦ થી રૂ.૬૧૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )