વૈશ્વિક મોરચે ફુગાવા – મોંઘવારીના વધતાં જોખમ અને વિવિધ દેશોમાં ફરી કોરોના સંક્રમણની નવી લહેરની ચિંતા વધતાં સ્થાનિક શેરબજારમાં પીછેહઠ યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૧૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૩૨૨.૩૭ સામે ૬૦૧૭૯.૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૯૪૪.૭૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૮૧.૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૪.૦૪ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૦૦૮.૩૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૦૪.૦૦ સામે ૧૭૯૩૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૯૪.૩૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૩.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૭.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૮૯૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક મોરચે ફુગાવા-મોંઘવારીના વધતાં જોખમ સાથે વિવિધ દેશોમાં કોરોના સંક્રમણની નવી લહેરના કારણે ચિંતા વધતાં અને એના પરિણામે વૈશ્વિક આર્થિક રિકવરી માટે જોખમ ઝળુંબી રહ્યાના નિર્દેશોએ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ આજે સાવચેતી સાથે ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ સતત બીજા દિવસે શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તેજીનો વેપાર વધુ હળવો કરતાં નરમાઈ  જોવાઈ હતી. આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા અને ચાઈનાના પ્રમુખ વચ્ચે સહકારની વાટાઘાટ થયાને એડવાન્ટેજ ચાઈના માનવામાં આવી રહ્યું હોઈ આગામી દિવસોમાં ફરી ચાઈનામાં ફોરેન ફંડોનું રોકાણ વધવાની શકયતા અને  ભારતમાંથી રોકાણ પાછું ખેંચવામાં આવે એવી શકયતા બજારના સમીક્ષકો જોઈ રહ્યા હોવા સાથે આજે ફંડોએ શેરોમાં તેજીનો  વેપાર હળવો કર્યો હતો.

કોરોના સંક્રમણ યુરોપના ઘણાં દેશોમાં ફરી વધવા લાગતાં અને વિશ્વભરને ફુગાવો – મોંઘવારીમાં વધારો થઈ રહ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટી ચિંતા ઊભી થઈ હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓએ સાવચેતીમાં શેરોમાં તેજીનો વેપાર સતત બીજા દિવસે હળવો કરવાનું ચાલુ રાખ્યું હતું. રિયલ્ટી, ઓઈલ-ગેસ, એનર્જી, ટેલિકોમ અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજારમાં બીએસઇ સેન્સેક્સ ૩૧૪ અને નિફટી ફ્યુચર ૧૦૭ પોઈન્ટ ગબડીને બંધ રહ્યા હતા. અલબત પાવર અને ઓટોમોબાઈલ શેરોમાં  ફંડોએ તેજી કરી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૧% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર, ઓટો, યુટિલિટીઝ, હેલ્થકેર અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૫૨ અને વધનારની સંખ્યા ૧૪૯૬ રહી હતી, ૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વ્યાજ દરના અનેક દાયકાના નીચા સ્તર, ફુગાવામાં ઘટાડા તથા કરન્ટ એકાઉન્ટ મોરચે સારી સ્થિતિ સાથે દેશનું અર્થતંત્ર કોરોનાને કારણે ગુમાવેલા સ્તરને પ્રસ્થાપિત કરવા સજ્જ છે અને વિશ્વમાં ઝડપથી વિકસી રહેલા દેશોમાં ફરીથી સ્થાન મેળવી લીધું છે. એકંદર માગના નિર્દેશાંકો ટૂંકા ગાળાના આઉટલુકને અગાઉ કરતા વધુ ઉજળા જણાવી રહ્યા છે. મોબિલિટીમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે અને રોજગારની બજાર પણ મજબૂત બની છે. ભારતનું અર્થતંત્ર વૈશ્વિક સ્થિતિમાંથી બહાર આવી ગયું છે, ત્યારે વિશ્વના અનેક દેશો આજે પૂરવઠા ખલેલ, ઊંચા ફુગાવા તથા કોરોનાના નવા કેસોનો સામનો કરી રહ્યા છે. 

દેશના અર્થતંત્રમાં એકંદર માંગ વધી રહી છે અને મજબૂત આર્થિક રિકવરી માટે એકંદર નાણાંકીય તથા ધિરાણ સ્થિતિ સાનુકૂળ છે. સરકાર દ્વારા ખર્ચની કવોલિટી વર્તમાન નાણાં વર્ષના પાછલા ૬ મહિનામાં સુધરી રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે, ત્યારે પરંપરાગત માપદંડોને આધારે જોવા જઈએ તો ભારતીય ઈક્વિટીઝના મૂલ્યાંકનો હાલમાં વધુ પડતાં ઊંચા છે. આવક સામે ભાવનું પ્રમાણ તથા બેન્ચમાર્ક બોન્ડસ સાથે ઉપજમાં તફાવત જેવા માપદંડોના આધારે ઈક્વિટીઝના મૂલ્યાંકનો ઊંચા છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા એક રિપોર્ટમાં પુનરોચ્ચાર કરાયો હતો. આ અગાઉ પણ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આવો મત વ્યકત કર્યો હતો. મારા અંગત મત મુજબ, ફુગાવા સહિતના મામલે ચેતવણીને ધ્યાનમાં લઈએ તો સ્તરે ઓવર વેલ્યુએશને રહેલા બજારમાં તબક્કાવાર નફો બુક કરતાં રહેવું અત્યંત સલાહભર્યું છે. 

તા.૧૮.૧૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૭.૧૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૮૯૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૭૭૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૯૩૩ પોઈન્ટ થી ૧૭૯૮૯ પોઈન્ટ ૧૮૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૭.૧૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૮૧૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૭૬૭૬પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૮૨૦૨ પોઈન્ટ થી ૩૮૩૭૩ પોઈન્ટ, ૩૮૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૪૬૪ ) :- ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૮૩ થી રૂ.૨૪૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૦૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • રામકો સિમેન્ટ ( ૧૦૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મેક્સ ફાઈનાન્સિયલ ( ૯૪૮ ) :- રૂ.૯૩૦ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજા સપોર્ટથી લાઇફ ઈન્સ્યોરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૬૩ થી રૂ.૯૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ICICI બેન્ક ( ૭૬૨ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૪ થી રૂ.૭૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૬૦૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૧૯ થી રૂ.૬૨૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૭૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટ્રેડિંગ & ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૮૬ થી રૂ.૧૬૭૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૨૩૩ ) :- રૂ.૧૨૫૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૬૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૧૭ થી રૂ.૧૨૦૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • મહાનગર ગેસ ( ૯૯૮ ) :- ઓઇલ માર્કેટિંગ & ડિસ્ટ્રીબ્યુશન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૨૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૭૮ થી રૂ.૯૭૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • અદાણી પોર્ટ ( ૭૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૨૭ થી રૂ.૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૬૬૪ ) :- રૂ. ૬૮૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૫૫ થી રૂ.૬૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!