ભારતીય શેરબજારમાં અફડા તફડીના અંતે તેજી તરફી માહોલ…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૪.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૩૩.૮૪ સામે ૫૦૦૯૩.૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૫૩૫.૯૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૩૯.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૭૬૫.૯૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૮૫૫.૩૦ સામે ૧૫૦૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૮૧૨.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૨.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૧.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮૯૭.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારત ગંભીર કોરોના સંકટમાં ફસાયો હોઈ અત્યારે વિશ્વની મહાસત્તાઓ અમેરિકા સહિતની મદદ વિના આ સંકટમાંથી બહાર આવવું મુશ્કેલ બની જતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુદ્વના ધોરણે વિશ્વમાંથી જે દેશો પાસેથી મદદ મળી શકતી હોય એ મેળવવા અને દેશના ઉદ્યોગપતિઓ, સરકારી તંત્ર તમામને કામે લગાડવા થઈ રહેલા પ્રયાસોના પરિણામ સારા આવવા લાગી દેશમાં કોરોના સંક્રમણના આંકડા અંકુશમાં આવી રહ્યાના સંકેતો અને દેશના અર્થતંત્રને ખાસ મોટો ફટકો નહીં પડવાના અમુક નિષ્ણાંતોના અભિપ્રાય વચ્ચે આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારોમાં ટ્રેડિંગની શરૂઆત તેજી સાથે થઈ હતી.

દેશમાં ઐતિહાસિક સર્જાયેલી કોરોના સંક્રમણને લઈ કટોકટીની પરિસ્થિતિમાં સંપૂર્ણ તંત્ર પડી ભાંગ્યા જેવી સર્જાયેલી સ્થિતિમાં તાકીદની મીટિંગો બોલાવી રાજયો સાથે યુદ્વના ધોરણે પગલાં લેવાતા છતાં આ વિકટ પરિસ્થિતિમાં દેશનું અર્થતંત્ર પડી ભાંગવાના સર્જાયેલા ફફડાટ વચ્ચે આજે ડેરિવેટીવ્ઝમાં એપ્રિલ વલણનો અંત હોવાથી ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી બાદ ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, એનર્જી, હેલ્થકેર, યુટિલિટીઝ, બેન્કેક્સ, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૪૪ અને વધનારની સંખ્યા ૧૩૯૫ રહી હતી, ૧૮૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતમાં કોરોનાની બીજી લહેરથી દેશની આર્થિક રિકવરી સામે અવરોધ આવી શકે છે અને નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે તેના આર્થિક વિકાસ દરના અંદાજોમાં ઘટાડા તરફી ફેરબદલ આવવાની વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. કોરોનાની બીજી લહેરને કારણે ભારતના આર્થિક વિકાસ દરની વૃદ્ધિ પણ જોખમમાં જણાઈ રહી હોવાનું તથા વેપારમાં ખલેલ પડવાની પણ એજન્સી દ્વારા શકયતા વ્યકત કરવામાં આવી છે. 

બીજી બાજુ રિસર્ચ પેઢી આઈએચએસ માર્કિટે પણ ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાનું જોખમ હોવાનું જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે દેશના જીડીપી પર અસર પડી રહી છે. ભારતના જીડીપીમાં મહારાષ્ટ્રનો હિસ્સો ૧૬% જેટલો છે. કોરોનાને કાબુમાં લેવા કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા પગલાંઓ લેવાઈ રહ્યા છે છતાં અર્થતંત્રની પીડાંમાં વધારો થવાની નોમુરાએ શકયતા વ્યકત કરી છે. જો કે વર્ષ ૨૦૨૦ની સરખામણીએ વર્તમાન વર્ષમાં અસર ઓછી રહેશે.

તા.૩૦.૦૪.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૯.૦૪.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૯૨૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૭૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૯૭૯ પોઈન્ટ થી ૧૫૦૦૮ પોઈન્ટ ૧૫૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૯.૦૪.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૩૭૩૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૩૦૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૦૦૮ પોઈન્ટ થી ૩૪૩૭૩ પોઈન્ટ, ૩૪૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૩૨ ) :- કમર્શિયલ વિહિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૦૯૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૫૩ થી રૂ.૧૧૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૧૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૭૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૧૯ ) :- રૂ.૬૯૬ નો પ્રથમ તેમજ રૂ.૬૮૬ ના બીજા સપોર્ટથી ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૪૩ થી રૂ.૭૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટીવીએસ મોટર ( ૬૩૭ ) :- 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૫૩ થી રૂ.૬૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૫૪૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૬૩ થી રૂ.૫૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૮૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્પેશિયાલીટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૫૦૪ ) :- રૂ.૧૫૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૭૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૮૯ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૭૭ થી રૂ.૯૬૫ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • અમરરાજા બેટરી ( ૮૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૩૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૮૭ થી રૂ.૭૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ફાર્મા ( ૬૪૮ ) :- ૬૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૩૦ થી રૂ.૬૧૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૯૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!