વૈશ્વિક અને સ્થાનિક સતત સ્તરે વધી રહેલા ફુગાવા – મોંઘવારીની નેગેટીવ અસર વચ્ચે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૪.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૩૫૬.૬૧ સામે ૫૬૯૮૩.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૫૮૪.૦૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૪.૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩૭.૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૬૮૧૯.૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૦૪.૦૦ સામે ૧૭૦૭૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૯૫૭.૮૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૬.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૪.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૦૫૯.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં સપ્તાહના ત્રીજા દિવસે ટ્રેડિંગની શરૂઆત ગઇકાલના નોંધપાત્ર ઉછાળા બાદ ઘટાડા સાથે થઈ હતી. યુ.એસ.ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે દ્વારા કરેલા નિવેદનમાં ફુગાવો અસાધારણ ઊંચાઈએ  પહોંચ્યો હોઈ અંકુશમાં લેવા વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો કરવો અનિવાર્ય હોવાનું જણાવતાં અને ચાઈના, ભારત સહિતમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા હોઈ ચિંતાએ ફંડો, રોકાણકારોએ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. યુક્રેન – રશીયા યુદ્વ વકરી રહ્યા સાથે વિશ્વ પર ફુગાવો – મોંઘવારીનો ભરડો વધી રહ્યો હોઈ ભારતની ચિંતા પણ વધતાં આર્થિક વિકાસ આગામી દિવસોમાં રૂંધાવાની શકયતા અને ચાઈનામાં કોરોનાના ફરી વધતાં ઉપદ્રવ પાછળ લોકડાઉન લંબાવવામાં આવતાં સપ્લાય ચેઈન ખોરવાઈ રહી હોઈ ફયુલની માંગમાં ઘટાડા અને વૈશ્વિક ઔદ્યોગિક – આર્થિક મંદીની પરિસ્થિતિ વકરવાની શકયતા અને બીજી તરફ વધી રહેલા ફુગાવા-મોંઘવારીની સતત નેગેટીવ અહેવાલ વચ્ચે આજે બજારમાં સાવચેતી વધી હતી. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ફયુચર રીટેલ માટેની ડિલને ધિરાણદારોએ મંજૂર નહીં કરતાં ફયુચર ડિલને કંપનીએ પડતી મૂકવાનો નિર્ણય લીધાની નેગેટીવ અસરે આજે રિલાયન્સમાં ફંડોના હેમરીંગ સાથે પાવર, યુટીલિટીઝ, ટેલિકોમ અને ઓઇલ એન્ડ ગેસ શેરો તેમજ કન્ઝયુમર ડયુરેબલ્સ, ફાઈનાન્સ, બેન્કેક્સ શેરોમાં અને એનર્જી શેરોમાં ફંડોના ઓફલોડિંગે બીએસઇ સેન્સેક્સ ૫૩૭ પોઈન્ટ તૂટીને અને નિફટી ફ્યુચર ૧૪૪ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૪૩ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૬.૯૮ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૦૮ અને વધનારની સંખ્યા ૧૧૫૯ રહી હતી, ૧૧૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ની શરૂઆત સરકાર માટે શાનદાર રહેવાની ધારણા છે. જીએસટીનું ટેક્સ કલેક્શન એપ્રિલ, ૨૦૨૨માં નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે રહેવાની ધારણા સેવાઈ રહી છે. મંગળવારના એક અહેવાલ અનુસાર સરકારનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન એપ્રિલ મહિનામાં ૧.૫૦ લાખ કરોડને પાર કરી શકે છે. સતત બીજા મહિને દેશમાં જીએસટી કર વસૂલી નવા શિખર સર કરશે તેવી આશાઓ સેવાઈ રહી છે. માર્ચમાં ઈશ્યુ થયેલ રેકોર્ડ ઈ-વે બિલને આધારે જોઈએ તો એપ્રિલ મહિનામાં પણ જીએસટી કલેક્શન ફરી નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. ડેટા અનુસાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી હેઠળ ૭.૧૮ કરોડથી વધુ ઈ – વે બિલ જનરેટ થયા છે. માર્ચમાં ફેબ્રુઆરીની સરખામણીમાં ૧૩% વધુ ઈ-વે બિલ જનરેટ થયા હતા.

ઈ-વે બિલ એટલે સરકાર માટે કમાણી. ઈ-વે બિલ ઈશ્યુઅન્સમાં વધારાનો અર્થ છે કે સરકારને વધુ જીએસટી આવક મળશે. માર્ચ, ૨૦૨૨માં ૭.૮૧૬ કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે ૧ એપ્રિલ ૨૦૧૮ના રોજ શરૂ ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવામાં આવી ત્યારથી સૌથી ઉંચો માસિક ડેટા છે. ઈ-વે બિલ જનરેશનમાં વધારો કંપનીઓ દ્વારા વર્ષની પૂર્ણાહુતિ પહેલા માંગ અને શિપમેન્ટમાં વધારો દર્શાવે છે. જીએસટી કલેક્શન માર્ચમાં રૂ.૧.૪૨ ટ્રિલિયનની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ફેબ્રુઆરીમાં ઇ-વે બિલ જનરેશન ૦.૫% વધીને ૬.૯૧૫ કરોડ થયું હતું, જ્યારે માર્ચ જીએસટી કલેક્શન માસિક દ્રષ્ટિએ ૬.૮% વધીને ૧.૪૨ ટ્રિલિયન થયું હતું.

તા.૨૮.૦૪.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૭.૦૪.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૦૫૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૮૭૮ પોઈન્ટના પ્રથમ અને ૧૬૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૧૦૭ પોઈન્ટ થી ૧૭૧૭૭ પોઈન્ટ, ૧૭૨૦૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૭.૦૪.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૧૨૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૬૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૦૦૬ પોઈન્ટ થી ૩૫૯૩૯ પોઈન્ટ, ૩૫૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૩૬૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૦૨ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૮૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૭૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૨૩ થી રૂ.૧૭૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૨૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૬૩ થી રૂ.૧૨૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • સન ફાર્મા ( ૯૦૮ ) :- રૂ.૮૯૦ નો પ્રથમ તેમજ રૂ.૮૭૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૨૨ થી રૂ.૯૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારતી એરટેલ ( ૭૫૧ ) :- ટેલિકોમ – સેલ્યુલર & ફિક્સ્ડ લાઇન સર્વિસીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૩ થી રૂ.૭૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૭૩૮ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઇવેટ સેક્ટર બેન્ક સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૪૭ થી રૂ.૭૫૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એચડીએફસી લિમિટેડ ( ૨૨૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસિંગ ફાયનાન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૧૯૩ થી રૂ.૨૧૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
  • ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૫૫૮ ) :- રૂ.૧૫૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૯૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૦૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઈન્ડસઈન્ડ બેન્ક ( ૯૮૦ ) :- પ્રાઇવેટ સેક્ટર બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૬૬ થી રૂ.૯૪૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૫૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૦૮ થી રૂ.૪૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૫૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૪૩૫ ) :- રૂ.૪૫૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૬૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૧૭ થી રૂ.૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )