Home Culture નિફ્ટી ફ્યુચર ૧૦૩૭૩ પોઇન્ટના સ્ટ્રોંગ સપોર્ટ થી તેજી તરફી ધ્યાન…!!!

નિફ્ટી ફ્યુચર ૧૦૩૭૩ પોઇન્ટના સ્ટ્રોંગ સપોર્ટ થી તેજી તરફી ધ્યાન…!!!

1041
0

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૩.૦૬.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૪૯૧૧.૩૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૫૦૧૫.૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૪૮૪૩.૬૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૩૮.૪૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧૯.૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૩૫૪૩૦.૪૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૨૮૮.૨૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૩૨૮.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૨૮૨.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૭.૯૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૧.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૪૮૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના મહામારી વચ્ચે ભારતીય સૈનિકોને ચાઈનાએ ગલવાન સરહદે શહીદ કર્યાની ઘટનાથી રોષે ભરાયેલી ભારતીય પ્રજાએ એક તરફ મેઈડ ઈન ચાઈનાની ચીજોનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે, ત્યારે સરકાર દ્વારા પણ ચાઈનાના પ્રોજેક્ટોને કેન્સલ કરવા લાગતાં ફરી દેશમાં સ્વદેશી ચળવળ વેગ પકડતાં અને આત્મનિર્ભર ભારતને બળ મળતા આજે ફંડોએ સ્વદેશી કંપનીઓની આગેવાનીમાં શેરોમાં લેવાલી કરતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. આ સાથે ભારતીય શેરબજાર ત્રણ મહિનાની ઊંચી સપાટીને સ્પર્શી ગયું હતું. ભારતીય ફાર્મા જાયન્ટ ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કોરોના દર્દીઓ માટે પોતાની દવા બજારમાં મૂકતાં અને સિપ્લા, હીટેરો સહિતની બે કંપની દ્વારા પણ કોવિડ-૧૯ ડ્રગના જીનેરિક વર્ઝનનું મેન્યુફેકચરીંગ શરૂ કરી દઈ બજારમાં દવા રજૂ કરતાં ફાર્મા શેરોની આગેવાનીએ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૮૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બીજા તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૫૭ અને વધનારની સંખ્યા ૧૯૬૮ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૪૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૧૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, ફિચ રેટિંગ્સ દ્વારા આઠ વર્ષમાં પહેલી વખત ભારતનું આઉટલૂક સ્ટેબલ માંથી નેગેટિવ કર્યું છે. ફિચના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસની મહામારીથી દેશની ચાલુ વર્ષની વૃદ્ધિના આઉટલૂકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ઉપરાંત, જાહેર ઋણબોજમાં વૃદ્ધિનો પડકાર ઊભો થયો છે. જોકે, વૈશ્વિક રેટિંગ એજન્સીએ ભારતનું BBB- રેટિંગ જાળવી રાખ્યું છે, જે જંક રેટિંગથી એક સ્તર ઊંચું અને સૌથી નીચું ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ છે. ફિચે કોરોના વાઇરસની મહામારીને કારણે ચાલુ વર્ષે ભારતની વૃદ્ધિના આઉટલૂકમાં પણ નોંધપાત્ર ઘટાડાનો અંદાજ આપ્યો છે. જોકે, પછીના વર્ષે નીચી બેઝ ઇફેક્ટરના કારણે અર્થતંત્રમાં રિકવરી પણ જોવા મળશે. આગામી દિવસોમાં કોર્પોરેટ પરિણામોમાં આઈટીસી લિમિટેડના ૨૬,જૂનના રિઝલ્ટ, એશીયન પેઈન્ટસના ૨૪,જૂનના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે. જ્યારે ફોરેન એક્સ્ચેન્જ રિઝર્વના ડેટા ૨૬ જૂનના રોજ જાહેર થશે. ઉપરાંત રૂપિયા સામે અમેરિકી ડોલરની મજબૂતીને લઈ એના મૂલ્યમાં વધઘટ તેમજ ક્રુડ ઓઈલના ફરી વધતાં ભાવો પર ભારતીય શેરબજારની નજર રહેશે.                                                                                                                            

તા.૨૪.૦૬.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૩.૦૬.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૪૮૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૦૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૦૫૦૫ પોઈન્ટ થી ૧૦૫૩૩ પોઈન્ટ, ૧૦૫૫૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૩.૦૬.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૨૩૫૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૧૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૪૭૪ પોઈન્ટ થી ૨૨૬૦૬ પોઈન્ટ, ૨૨૭૮૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૭૮૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રિલાયન્સ ઇન્ડ. ( ૧૭૨૭ ) :- રીફાઇનરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૪૨ થી રૂ.૧૭૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૮૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૮૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૭૭૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૮૧૮ થી રૂ.૮૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઇન્ફોસિસ લિ. ( ૭૧૯ ) :- રૂ.૭૦૩ નો પ્રથમ તેમજ રૂ.૬૯૦ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૩૩ થી રૂ.૭૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૫૨૪ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૩ થી રૂ.૫૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૫૧૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પેઈન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૩૦ થી રૂ.૫૩૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એશિયન પેઈન્ટ ( ૧૬૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેઈન્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૭૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૬૦ થી રૂ.૧૬૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૭૮ ) :- રૂ.૫૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૦૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૫૬૬ થી રૂ.૫૫૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૧૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા કેમિકલ ( ૩૧૨ ) : કોમોડિટી કેમિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૩૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૩૦૩ થી રૂ.૨૯૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • LIC હાઉસિંગ ફાયનાન્સ ( ૨૭૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસિંગ ફાયનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૬૬ થી રૂ.૨૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • પેટ્રોનેટ LNG ( ૨૫૯ ) :- રૂ.૨૭૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૭૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૪૮ થી રૂ.૨૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૮૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here