Home Crime ક્રાઇમ બ્રાન્ચ -૧૧એ ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટર પર છાપો મારી સાત આરોપીની...

ક્રાઇમ બ્રાન્ચ -૧૧એ ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટર પર છાપો મારી સાત આરોપીની ધરપકડ કરી

610
0

મુંબઈ : કાંદિવલી ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે ગોરેગાંવમાં આરે કોલોની ખાતે ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલુ છે.
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ એક ટીમ બનાવીને માસ્ટર માઇન્ડ 3, રોયલ પામના એક ફ્લેટમાં ઝોહા ટેક સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ નામથી ચાલતા કોલ સેન્ટર પર છાપો માર્યો હતો. આ વિશે માહિતી આપતા એક અધિકારીએ કહ્યું કે અહીંયાથી કેનેડાના લોકોને ફોન કરી એમેઝોન તરફથી વાત કરતા હોવાનું કહી તમારો આઇ ફોન કે લેપટોપનો ઓર્ડર આવ્યો છે એવી જાણકારી આપતા ત્યારે સામે વાળી વ્યક્તિ પોતે આવો કોઈ ઓર્ડર નથી આપ્યો એમ કહેતા જ તેને કહેવામાં આવતું કે તમારો ઓર્ડર કેન્સલ કરવા માટે તમારી બેંકની માહિતી આપો ત્યારબાદ તમારા ખાતામાંથી ખોટી રીતે વ્યવહાર થયો છે. તમારી કેનેડાના ક્રાઉન એટર્ની જનરલ ઓથોરિટી સાથે વાત કરાવું છું એમ કહી બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરાવતા અને ફસાવીને તેના ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવતી હતી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ 11 એ શફીક સિરાજ બડગુજર (42), શામસુંદર રામનારાયણ જયસ્વાલ (28), નિખિલ વિશાલ કક્કર (23), સુધાકર બલરામ પાંડે (22), સંજયકુમાર રમેશકુમાર રૈદાસ (25), મોહિત વિનય પટનાયક (25), અને કરણ ભગવાનદાસ ગુપ્તા (27)ની ધરપકડ કરી છે ક્યારે ત્રણ આરોપી ફરાર છે. તે સાથે લેપટોપ, 7 ચાર્જર, 1 રાઉટર, 7 હેડફોન અને 1 થી 69 પેજમાં ફેલાયેલા સ્ક્રીન શોટના પ્રિન્ટ આઉટ જપ્ત કર્યા હતા,
આ કેસની આગળની તપાસ આરે કોલોનીપોલીસ સ્ટેશને હાથ ધરી છે.