Home Culture ગુજરાતમાં તાનાશાહી-જીએસટીના કર્મચારીઓ દ્વારા નાના વ્યાપારીઓને કનડગત ?

ગુજરાતમાં તાનાશાહી-જીએસટીના કર્મચારીઓ દ્વારા નાના વ્યાપારીઓને કનડગત ?

1270
0

ગુજરાત : હાલ કોરોના વાયરસને કારણે સંપૂર્ણ દેશમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને કારણે દરેક ધંધામાં મંદીની અસર જોવા મળી રહી છે ત્યારે ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં મશીનરી બનાવતી એક કંપનીની ગાડી જીએસટીના અધિકારીઓએ રિંગરોડ પર એરપોર્ટ થી ચિલોડા જતા રસ્તા અટકાવી તેમાં રહેલા મશીનના ઈ-વે બિલ ચેક કરી તેમાં ભૂલ હોવાનું કહી લગભગ ૪ કલાક ડ્રાઈવરને રોકી રાખ્યો હતો ત્યારબાદ કંપનીના માલિકને બોલાવવામાં આવ્યા તેની સાથે પણ કહેવાતા અધિકારીઓએ દુવ્યવ્હાર કર્યો હતો. કંપનીના મલિક ને ડરાવી ધમકાવી રૂ. ૫૦ હજારની માંગણી કરી હતી ત્યારે કંપનીના માલિકે મુશ્કેલીથી ૧૫ હજારની વ્યવસ્થા કરી હતી. અધિકારીઓએ એ પૈસા લઇ બીજા ૫ હજાર પછી લેવા આવશું એમ કહી ત્યાંથી જતા રહ્યા હતા .
મોટી કંપનીઓને ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા માટે આમંત્રણ અને સગવડ આપવાનું વચન આપતા મુખ્યમંત્રીએ તેમના રાજ્યના નાના વેપારીઓને ભ્રષ્ટ અધિકારીઓ તરફથી થતી હેરાનગતિ પર ધ્યાન આપી દોષી અધિકારીઓ પર કાર્યવાહી કરવી જોઈએ એવું સ્વાભિમાન ભારત સાથેની વાતચીતમાં કંપનીના એક વ્યક્તિએ નામ ના આપવાની શરતે કહ્યું હતું.
કંપનીના માલિકે જણાવ્યું હતું કે સરકારી ગાડીના ફોટા પાડ્યા ત્યારે એક અધિકારીએ મોબાઇલ લઈને ફોટા ડીલીટ કરી નાખ્યા હતા.
જીએસટીના કહેવાતા અધિકારીઓ જે ગાડી લઇ આવ્યા હતા તે GJ 01-GA-8004 આરટીઓમાં ચીફ કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્સના ના નામે હોવાનું જાણવા મળ્યું હતું.
કંપનીના માલિક દ્વારા કરવામાં આવેલા આરોપોની જીએસટી વિભાગના કમિશનરે વિશેષ ધ્યાન આપી તપાસ કરાવવી દોષીઓ પર આકરા પગલાં ભરવા જોઈએ ત્યારે સ્થાનિક વ્યાપારીને તંત્ર પર વિશ્વાસ કાયમ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here