Home Culture નિફ્ટી ફયુચર ૧૩૦૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૩૦૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

961
0

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!
તા.૧૮.૧૧.૨૦૨૦ ના રોજ….

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૩૯૫૨.૭૧ સામે ૪૩૯૭૮.૫૮ પોઈન્ટના
મથાળેથી ખુલીને ૪૩૭૮૫.૭૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર
ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૯.૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ
૨૨૭.૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૪૧૮૦.૦૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૮૮૧.૮૫ સામે ૧૨૮૬૩.૬૫ પોઈન્ટના
મથાળેથી ખુલીને ૧૨૮૩૩.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં
તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૨.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૩.૪૫
પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૯૬૫.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત સાવચેતીએ થઈ હતી. આજે ભારતીય શેરબજારમાં
સતત તેજીનો પવન ફૂંકાયેલો રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટને પગલે અને એફઆઈઆઈની જંગી
ખરીદીને પગલે બજારે આગેકૂચ ચાલુ રાખી હતી. આ ઉપરાંત ગત સપ્તાહે સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત ૩.૦
સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કર્યું હતું તેને કારણે પણ પોઝિટિવ સેન્ટિમેન્ટ વધારે મજબૂત બન્યું હતું. સેન્સેક્સે ગઇકાલે
બુધવારે ૪૪૨૧૫ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૨૯૬૫ પોઈન્ટની વધુ એક ઐતિહાસિક ટોચ બનાવી હતી. આ
ઉપરાંત વૈશ્વિક સ્તર પર કોરોનાની રસી અંગેની જાહેરાતની અસર અને સ્થાનિક સ્તરે રાજકીય સ્તર પર બિહારની
ચૂંટણીમાં એનડીએને બહુમતી સાથે નીતીશકુમાર ફરી બિહારના મુખ્યમંત્રી બનતા અમેરિકાથી લઈને બિહાર સુધી
લગભગ મોટાભાગની તમામ અનિશ્ચિતતા દૂર થઈ જતાં ભારતીય શેરબજાર સતત ચોથા ટ્રેડિંગ દિવસે ઉછાળા સાથે
બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ
સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં એનર્જી, એફએમસીજી, હેલ્થકેર, આઈટી,
ટેલિકોમ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બેઝિક મટિરિયલ્સ,
સીડીજીએસ, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, મેટલ, પાવર અને રિયલ્ટી શેરોમાં
લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૬૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૫૭ અને વધનારની સંખ્યા ૧૬૧૪ રહી હતી, ૧૮૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૬ શેરોમાં ઓનલી સેલરની
મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….. મિત્રો, કોરોના સંકટના કારણે કેન્દ્ર સરકારે આખા દેશમાં લૉકડાઉન લગાવવું પડ્યું હતુ.
સરકારના નિર્ણયથી આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ અને અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે મંદી પડી ગઈ હતી. લોકડાઉનને કારણે
ભારતના જીડીપીમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ૨૩.૯% નો મોટો ઘટાડો નોંધાયો હતો. ભારતના
આધુનિક ઇતિહાસમાં આ સૌથી મોટો ઘટાડો હતો. પરંતુ આ બધાની વચ્ચે કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થામાં પુન: ઝડપી
રિકવરી માટે સતત નિર્ણયો લઈ રહી હતી. કોરોના સંકટ વચ્ચે ત્રણ મોટા આર્થિક પેકેજોની જાહેરાત કરવામાં આવી ચુકી
છે, જેના સકારાત્મક અસરો હવે જોવા મળી રહી છે. હવે જીડીપીના સંદર્ભમાં તમામ રેટિંગ એજન્સીઓએ આગામી
ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિના અનુમાન પર અપેક્ષા કરતા વધારે ઝડપી રિકવરીનું અનુમાન લગાવ્યું છે. ગ્લોબલ રિસર્ચ ફર્મ
અને રેટિંગ એજન્સી ગોલ્ડમેન સૈક્સે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ભારતના આર્થિક વિકાસના અંદાજમાં સુધારો
કરીને -૧૦.૩%ની આગાહી કરી છે અને ભારતીય અર્થવ્યવસ્થા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં જીડીપીમાં
૧૩% સુધારા સાથે વિશ્વમાં સૌથી ઝડપી વિકાસનો અંદાજ મૂક્યો છે. રેટિંગ એજન્સી મોર્ગન સ્ટેનલેએ એક
અહેવાલમાં દાવો કર્યો છે કે ભારતીય અર્થવ્યવસ્થાને આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં સારો ટેકો મળ્યો છે અને તેના
કારણે આગામી વર્ષ એટલે કે ૨૦૨૧ માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૯.૮% સુધી પહોંચી શકે છે.

તા.૧૯.૧૧.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….


તા.૧૮.૧૧.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૨૯૬૫ પોઈન્ટ :- આગામી સંભવિત
નિફ્ટી ફ્યુચર ૧૨૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૨૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે
ટ્રેડીંગ સંદર્ભે ૧૩૦૦૩ પોઈન્ટ થી ૧૩૦૩૩ પોઈન્ટ, ૧૩૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૩૦૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક
પોઝિશન બનાવવી….!!!

તા.૧૮.૧૧.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૯૭૫૯ પોઈન્ટ :- આગામી સંભવિત
બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૯૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૯૨૯૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ
સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૯૮૩૮ પોઈન્ટ થી ૨૯૯૦૯ પોઈન્ટ, ૩૦૦૩૩ પોઈન્ટ ની અતિ મહત્વની
સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૦૦૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન
બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 મુથુત ફાઈનાન્સ લિ. ( ૧૧૭૯ ) :- ફાઈનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં
રૂ.૧૧૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૪૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા
સમયગાળે રૂ.૧૨૦૪ થી રૂ.૧૨૧૨ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૨૦ ઉપર તેજી
તરફી ધ્યાન…!!!
 લાર્સન એન્ડ ટૂબ્રો લિ. ( ૧૧૪૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૨૨ આસપાસ પોઝીટીવ
બ્રેકઆઉટ…!! રૂ.૧૧૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૭૪ નો
ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૮૫૧ ) :- રૂ.૮૩૩ નો પ્રથમ તેમજ રૂ.૮૧૮ ના બીજા સપોર્ટથી સિમેન્ટ
સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૬૪ થી રૂ.૮૭૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 HCL ટેક્નોલોજી ( ૮૧૫ ) :- ટેક્નોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૨૮ થી
રૂ.૮૩૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 એક્સિસ બેન્ક લિ. ( ૬૩૬ ) :- રૂ. ૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક
રૂ.૬૧૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૪૭
થી રૂ.૬૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

 દીવી`ઝ લેબ ( ૩૪૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક રૂ.૩૪૮૮
આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૪૨૭ થી રૂ.૩૪૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે.
ટ્રેડીંગલક્ષી રૂ.૩૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 HDFC લિ. ( ૨૩૬૭ ) :- રૂ.૨૩૯૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક
રૂ.૨૪૦૪ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૨૩૪૪ થી રૂ.૨૩૩૦ નો ભાવ દર્શાવે
તેવી સંભાવના છે…!! રૂ.૨૪૨૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 બાટા ઈન્ડિયા ( ૧૪૪૮ ) : ફૂટવેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૭૪ ના
સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૩૦ થી રૂ.૧૪૧૭ ના ભાવની સપાટી
આસપાસ નફો બુક કરવો…!!!
 ઈન્ફોસિસ લિ. ( ૧૧૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૩૩
આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૦૩ થી રૂ.૧૦૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે.
ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 સન ફાર્મા ( ૫૧૪ ) :- રૂ.૫૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૪૦ ના
સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૯૮ થી રૂ.૪૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!
રૂ.૫૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here