Home Culture આરોગ્ય મંત્રાલયે કોવિડ-19નું સંક્રમણ નિયંત્રિત કરવા માટે સુરક્ષાત્મક પગલાંરૂપે બજારમાં પાલન કરવા...

આરોગ્ય મંત્રાલયે કોવિડ-19નું સંક્રમણ નિયંત્રિત કરવા માટે સુરક્ષાત્મક પગલાંરૂપે બજારમાં પાલન કરવા માટેની SOP બહાર પાડી

1344
0

આરોગ્ય મંત્રાલયે કોવિડ-19નું સંક્રમણ નિયંત્રિત કરવા માટે સુરક્ષાત્મક પગલાંરૂપે બજારમાં પાલન કરવા માટેની SOP બહાર પાડી

અમદાવાદ-(પીએનબી) : ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ખરીદી મનોરંજન અને ભોજન જેવી દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે બજાર સ્થળોની મુલાકાતો લેતા હોય છે તે તથ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલય દ્વારા કોવિડ-19ના સંક્રમણને ફેલાતું રોકવા માટે ચોક્કસ પ્રોટોકોલ નિર્ધારિત કરવામાં આવ્યા છે. કોવિડ મહામારી વચ્ચે, તબક્કાવાર આર્થિક પ્રવૃત્તિઓ, બજારો ફરી શરૂ થઇ રહ્યાં હોવાથી મોટી સંખ્યામાં લોકો આવા સ્થળોએ આવી રહ્યાં છે. આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રીત થતા હોય ત્યાં, કોવિડ-19ને રોકાવા માટે યોગ્ય આચરણના પાલન વગર કોરોના વાયરસ બીમારી ફેલાવાનું જોખમ ખૂબ જ વધી જાય છે.

અવકાશ

આ દસ્તાવેજમાં વિવિધ સામાન્ય પગલાંઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ કેટલાક ચોક્કસ પગલાં ઉમેરવામાં આવ્યા છે જેનું કોવિડ-19નો ફેલાવો સુનિશ્ચિતપણે નિયંત્રણમાં રાખવા માટે બજારના સ્થળોએ પાલન કરવું જરૂરી છે. આ માર્ગદર્શિકા તમામ છુટક અને જથ્થાબંધ બંને પ્રકારના બજારો માટે લાગુ થવા પાત્ર રહેશે. કેટલાક મોટા બજારોમાં મોલ/ હાઇપર/ સુપરમાર્કેટ પણ તેમાં સામેલ હોઇ શકે છે.
આવી જગ્યાઓ માટે, અગાઉ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી હતી (https://www.mohfw.gov.in/pdf/4SoPstobefollowedinShoppingMalls.pdf પર ઉપલબ્ધ) જે લાગુ થવા પાત્ર રહેશે.
બજાર સ્થળોમાં આવેલા રેસ્ટોરાંઓ માટે અગાઉ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી હતી (https://www.mohfw.gov.in/pdf/3SoPstobefollowedinRestaurants.pdf) જે લાગુ થવા પાત્ર રહેશે. તેવી જ રીતે, કચેરી, ધાર્મિક સ્થળો/ પૂજા- પ્રાર્થનાના સ્થળો, તાલીમ સંસ્થાઓ, યોગ સંસ્થાઓ અને જીમ્નેશિયમ, સીનેમા હોલ/ થિયેટરો અને અન્ય કોઇપણ ચોક્કસ પ્રવૃત્તિઓ કે જે આ બજારોનો હિસ્સો હોય અથવા બજાર પરિસંકુલમાં આવેલ હોય તો, મંત્રાલય દ્વારા સમય સમયે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓ લાગુ થવા પાત્ર રહેશે.
કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવેલા બજાર સ્થળો બંધ રાખવાના રહેશે. માત્ર કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર આવેલા સ્થળોને જ ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

સંવેદનશીલ લોકોની સુરક્ષા કરવી

જે 65 વર્ષની વધુ ઉંમરના લોકો, સહ બીમારી ધરાવતા લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આવશ્યક અને આરોગ્ય સંબંધિત હેતુઓ સિવાયની સ્થિતિમાં ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવે છે. બજાર માલિક સંગઠનોને તદનુસાર સલાહ આપવામાં આવે છે.
જેમને વધુ જોખમ હોય તેવા કર્મચારીઓ જેમ કે, ઉંમરલાયક કર્મચારીઓ, ગર્ભવતી કર્મચારીઓ અને જેઓ કોઇ ચોક્કસ તબીબી સ્થિતિ હેઠળ હોય તેવા કર્મચારીઓની અવશ્યપણે વિશેષ તકેદારી રાખવી જરૂરી છે.
બજાર સંગઠનોને સલાહ આપવામાં આવે છે કે, આવા લોકોને જાહેર જનતા સાથે સીધો સંપર્ક કરવાની જરૂર હોય થાય તેવા કોઇપણ પ્રકારના અગ્ર હરોળના કાર્યોમાં સામેલ ના કરવા જોઇએ.
કોવિડ સંબંધિત યોગ્ય આચરણને પ્રોત્સાહન આપવું

આ પગલાંઓ નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે

i. શક્ય હોય ત્યાં સુધી બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછા છ ફૂટનું અંતર જાળવી રાખવું.
ii. ફેસકવર/ માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવો.
iii. હાથ ભલે દેખીતી રીતે ગંદા ના હોય તો પણ વારંવાર સાબુથી (ઓછામાં ઓછી 40-60 સેકન્ડ સુધી) હાથ ધોવાની આદત કેળવવી. આલ્કોહોલ આધારિત સેનિટાઇઝર્સ (ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી ઘસવું) દુકાનો અને અન્ય જ્યાં પણ શક્ય હોય તેવી જગ્યાએ ઉપલબ્ધ કરાવવા.
iv. શ્વસન સંબધિત શિષ્ટાચારનું ચુસ્ત પાલન કરવું. આમાં કોઇપણ વ્યક્તિને જ્યારે ઉધરસ/ છીંક આવે ત્યારે ટીશ્યૂ/ હાથરૂમાલનો ઉપયોગ કરવો/ કોણી પર નાક અને મોં રાખવું તેમજ વપરાયેલા ટીશ્યૂનો યોગ્ય નિકાલ કરવા જેવા આચરણોનો પણ સમાવેશ થાય છે.
v. તમામ વ્યક્તિએ પોતાના આરોગ્ય પર સતત જાતે જ દેખરેખ રાખવી અને બીમારીના કોઇપણ પ્રકારના લક્ષણો દેખાય તો વહેલામાં વહેલી તકે રાજ્ય અને જિલ્લા હેલ્પલાઇન પર તેની જાણ કરવી.
i. દુકાન માલિકોએ દૈનિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે તે પહેલાં, દુકાનની અંદરના તમામ કાર્યસ્થળને સેનિટાઇઝ કરવું (1% સોડિયમ હાઇપોક્લોરેટ દ્રાવણનો ઉપયોગ કરીને).
ii. દુકાન ખોલતા પહેલાં, દિવસના અંતે અન્ય બીજા કોઇપણ અનુકૂળ સમયે વારંવાર સ્પર્શ થતો હોય તેવી સપાટીઓની (દરવાજના નકુચા/ હાથા, એલિવેટરના બટન, હાથની રેલિંગ, ખુરશી, ટેબલ ટોપ, કાઉન્ટર વગેરે) અને ફ્લોર, દિવાલ વગેરેની સ્વચ્છતા જાળવવી અને અવારનવાર જંતુરહિત કરવા.
iii. દુકાનમાં પ્રવેશની જગ્યાએ ફરજિયાત હાથની સ્વચ્છતા (સેનિટાઇઝર ડિસ્પેન્સર)ની વ્યવસ્થા કરવી જરૂરી છે.
iv. જ્યાં પાર્કિંગ પ્લોયના કર્મચારી દ્વારા કારનું પાર્કિંગ કરવામાં આવે ત્યાં, વાહનના સ્ટીઅરિંગ, દરવાજાના હેન્ડલ, ચાવી વગેરેને યોગ્ય રીતે જંતુરહિત કરવા અને વાહનનો ફરી ઉપયોગ કરતા પહેલાં તેને જંતુરહિત કરવામાં આવે તે વાહન માલિકે સુનિશ્ચિત કરવું જોઇએ.
v. જાહેર ઉપયોગીતાના વિસ્તારો અને ખુલ્લી જગ્યાઓ 1% સોડિયમ હાઇપોક્લોરેટ દ્રાવણથી સેનિટાઇઝ કરવી જોઇએ. નિયમિત ધોરણે આ કામગીરી કરવી જોઇએ.
vi. શૌચાલયો, હાથ ધોવાની જગ્યાઓ અને પીવાના પાણીની જગ્યાઓની દિવસમાં ઓછામાં ઓછી 3-4 વખત ખૂબ જ સારી રીતે સફાઇ થવી જોઇએ.
vii. બજારના સંગઠનોએ જાહેર ઉપયોગીતાના વિસ્તારો અને ખુલ્લી જગ્યાઓએ તેમના પોતાના માધ્યમો દ્વારા અને સ્થાનિક શહેરી સંગઠનો/ નાગરિક એજન્સીઓ દ્વારા આરોગ્યપ્રદ માહોલ જાળવી રાખવા માટે યોગ્ય સુવિધાઓ ઉભી કરવી જોઇએ.
i. નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો/ હોમગાર્ડ્સ/ સ્વયંસંવકો વગેરેને ભીડનું નિયંત્રણ કરવામાં જોડવા જોઇએ.
ii. મર્યાદિત સંખ્યામાં જ વાહનો પ્રવેશી શકે તે માટે પાર્કિંગના પ્લોટનો ઍક્સેસ નિયંત્રિત કરવો જોઇએ.
iii. જો શક્ય હોય તો, લોકોના પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ વ્યવસ્થા કરવી જોઇએ અને તેમાં બંને તરફ મુલાકાતીઓનો પ્રવાહ એક જ દિશામાં આગળ વધતો હોવો જોઇએ.
iv. બજાર સ્થળોમાં આવેલા માર્ગો વાહન મુક્ત (મોટરસાઇકલ/ ઇલેક્ટ્રિક રીક્ષા સહિત) હોવા જોઇએ અને માત્ર પગદંડી/ શક્ય હોય ત્યાં સુધી સાઇકલ માટે સુરક્ષિત હોવા જોઇએ.
v. બજારના સ્થળો પર થતા ગેરકાયદે પાર્કિંગ સામે કાયદાના અમલીકરણ એજન્સીઓ દ્વારા કડક દંડાત્મક પગલાં લઇ શકાય.
vi. વાહનો માત્ર અલગ ફાળવવામાં આવેલા પાર્કિંગ પ્લોટમાં જ પાર્ક કરવાની મંજૂરી આપવી જોઇએ. પાર્કિંગ પ્લોટમાં અને પરિસંકુલની બહાર – યોગ્ય ભીડ વ્યવસ્થાપનમાં શારીરિક અંતરના માપદંડોનું પાલન સુનિશ્ચિત કરવા સહિત તમામ પગલાંનું પાલન થવું જોઇએ.
vii. અતિ ભીડની સ્થિતિ પર દેખરેખ રાખવા માટે CCTV મોનિટરિંગનો પણ ઉપયોગ કરી શકાય.
viii. દુકાનો/ ઉપયોગીતાઓના અલગ અલગ સમય રાખીને તેમને લાંબા સમય સુધી ખુલ્લા રાખવાની શક્યતાઓ પણ ચકાસવી જોઇએ.
ix. બજારોમાં સીધા પહોંચી શકાય તેવા સ્ટેશનો પર સ્થાનિક મેટ્રો રેલના સ્ટોપેજ જેવા વિશિષ્ટ કિસ્સાઓમાં અસરકારક ભીડ વ્યવસ્થાપન કરવું જોઇએ.
x. કરિયાણું/ ચીજવસ્તુઓનું ઑનલાઇન બુકિંગ અને ઘરઆંગણે ડિલિવરીની જોગવાઇને અવશ્ય પ્રોત્સાહન આપવું જોઇએ. હોમ ડિલિવરીમાં સંકળાયેલા સ્ટાફને હોમ ડિલિવરી માટે મોકલવામાં આવે તે પહેલાં વેન્ડર દ્વારા તેમનું થર્મલ સ્ક્રિનિગ અચુક કરવું જોઇએ.
xi. જેઓ નોન-પીક અવર્સ એટલે કે લોકોની મોટી સંખ્યામાં આવક સિવાયના સમયમાં ખરીદી કરે તેમને પ્રોત્સાહનો/ ડિસ્કાઉન્ટ જેવા પગલાં અંગે પણ વિચાર કરી શકાય.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here