Home Gujarat ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનું પ્રેરક...

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનું પ્રેરક અભિયાન

1036
0

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મજયંતી નિમિત્તે વંચિત-જરૂરિયાતમંદ પરિવારને કીટ વિતરણના સેવાયજ્ઞનો આરંભ.

એક કીટમાં ઉત્તમ ગુણવત્તાની 40 કીલો જેટલી સામગ્રી ભેટ આપવામાં આવે

મહાત્મા ગાંધીએ જેમને `રાષ્ટ્રીય શાયર’નાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મજયંતી (28 ઑગસ્ટ 2020) નિમિત્તે આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણનો સેવાયજ્ઞ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યો છે.
જરૂરિયાતમંદ વંચિત સમાજ, નિરાધાર વિધવા બહેનો, વિચરતી જાતિ સમુદાય, દિવ્યાંગ – વિકલાંગને એક કીટમાં રૂ. 2500ની ઉત્તમ ગુણવત્તાની 40 કીલો જેટલી સામગ્રી : ઘઉ, ચોખા, તુવેરની દાળ, મગ, ચણા, મગની ફોતરાવાળી દાળ, શીંગ તેલ, ચા, ખાંડ, બેસન, મીઠું-મરચું-હળદર-ધાણાજીરુ, સાબુ, વોશિંગ પાવડર, બટેટા વગેરે આપવામાં આવે છે.
પવિત્ર શ્રાવણ માસના તહેવારો દરમિયાન આ સામગ્રી વેળાસર કામ લાગે તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને પિનાકી મેઘાણીના પિતા સ્વ. નાનકભાઈ મેઘાણીની છઠી પુણ્યતિથિ નિમિત્તે ચોટીલા સ્થિત ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે આ સેવાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે.
વાલ્મીકિ સમાજમાંથી આવતા કોરોના-વોરીયર સફાઈ કામદાર ભાઈઓ-બહેનોના પરિવારને સહુપ્રથમ આ કીટ આપવામાં આવી હતી.
આ અવસરે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી સાથે શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના જગદીશગિરીબાપુ ગોસાઈ (ડુંગર પરિવાર), કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિતિ રહ્યા હતા.

ચોટીલા, બોટાદ, રાણપુર, ધંધુકા, રાજકોટ, અમરેલી, જૂનાગઢ જેવાં ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્મૃતિ-સ્થળોએ કીટ વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે.ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે પણ બોટાદ જિલ્લાના સેવાભાવી અને સાહિત્ય-સંસ્કૃતિ-શિક્ષણ-પ્રેમી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના વરદ્‌-હસ્તે કીટ વિતરણ સેવાયજ્ઞનો આરંભ કરાયો હતો.
કર્મભૂમિ રાણપુર સ્થિત તે વખતના ઐતિહાસિક સૌરાષ્ટ્ર’ -ફૂલછાબ’ પ્રેસ અને હાલની એ. ડી. શેઠ હોસ્પીટલ ખાતે કીટનું વિતરણ કરાયું હતું. અહિ જતનપૂર્વક જળવાયેલા લીંબડાની નીચે બેસીને ઝવેરચંદ મેઘાણી લેખન કાર્ય કરતા.
વાલ્મીકિ સમાજના ઢોલી વીર કાનિયા ઝાંપડાની શૌર્યભૂમિ સુદામડા (તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર) ખાતે વંશજ ચકાભાઈ, મરઘાબેન, દિપકભાઈ, રવિભાઈને કીટ ભેટ અપાઈ હતી. ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર’ના ત્રીજા ભાગમાંકાનિયો ઝાંપડો’ કથામાં પોતાના ગામ સુદામડાને બચાવવા જતા, પ્રાણની આહૂતિ આપનાર, વાલ્મીકિ સમાજના ઢોલી વીર કાનિયા ઝાંપડાના શૌર્ય અને સ્વાર્પણની ગૌરવગાથા આલેખાયેલી છે.
બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ – સદર સ્થિત તે સમયની ઐતિહાસિક તાલુકા શાળા અને હાલની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા, જ્યાંથી 1901માં ઝવેરચંદ મેઘાણીએ શાળા શિક્ષણનો આરંભ કર્યો હતો, ખાતે પણ કીટનું વિતરણ કરાયું હતું.
પિનાકી મેઘાણી, કિરીટસિંહ રહેવર (મામા), ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસંગ ડાભી, રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા (રાજકોટ), ખેડૂત આગેવાનો અનિરુધ્ધસિંહ ચાવડા (સુંદરીયાણા) – રમેશભાઈ બદ્રેશીયા (મોટી વાવડી), વાલજીભાઈ પિત્રોડા (રાજકોટ) ઉપસ્થિતિ રહ્યા હતા.

પિયૂષભાઈ દેસાઈ – ચંદ્રિકાબેન – કેયુર (સ્વ. જયંતીલાલ વલ્લભદાસ દેસાઈ – સ્વ. જયોતિબેન, સ્વ. ધીરજલાલ પ્રભુદાસ શાહ – સ્વ. વીણાકુંવરબેન), જગદીશગિરીબાપુ ગોસાઈ (ડુંગર પરિવાર), કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ડૉ. અક્ષયભાઈ શાહ – અનારબેન – આકાશ – ડો. અનિકેત (લોકસેવિકા, પૂર્વ સાંસદ સ્વ. જયાબેન વજુભાઈ શાહ, સ્વ. સરલાબેન મોદી – સ્વ. રમેશચંદ્ર મોદી), જતીનભાઈ મનુભાઈ શેઠ (`સૌરાષ્ટ્રના સિહ’ સ્વ. અમૃતલાલ શેઠ), લોકગાયક અભેસિંહ રાઠોડ, ડો. અમિતાબેન – ડો. દિનેશભાઈ અવસ્થી,ગફૂલભાઈ દેસાઈ (વિસત ટ્યૂબવેલ કંપની) – બળદેવભાઈ રાયકા (ગુજરાત રાયકા ક્લબ) – રાજુભાઈ દેસાઈ તેમજ નિરમા લિ., અદાણી મસાલાનો આ સેવાયજ્ઞમાં લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે.

આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી ● ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here