Home Gujarat “નારી તું નારાયણી” આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ભા.જ.પા. મહિલા મોરચા દ્વારા મહિલાઓનું...

“નારી તું નારાયણી” આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ભા.જ.પા. મહિલા મોરચા દ્વારા મહિલાઓનું સન્માન યોજાયું

1018
0

“નારી તું નારાયણી” આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ભા.જ.પા. મહિલા મોરચા દ્વારા મહિલાઓનું સન્માન યોજાયું

જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર :
ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહિલા મોરચા દ્વારા ભાવનગર શહેર કાર્યાલય ખાતે ૮મી માર્ચ આંતર રાષ્ટ્રિય મહિલા દિન ની ઉજવણી રંગેચંગે શહેર અધ્યક્ષ રાજીવ પંડ્યા, મહામંત્રી યોગેશ બદાણી, અરુણ પટેલ, ડી.બી.ચુડાસમા, મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ નિમુબેન બાંભણીયા અને મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ દિવ્યાબેન વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી ત્યારે બાદ શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યાના વરદ હસ્તે ભાવનગર ના ખ્યાતનામ કોરોના વોરિયર્સ ડોક્ટર બહેનો,૧૮૧ અભ્યમના મહિલા પોલીસ કર્મચારી બહેનો, અકિલ બહેનો, નવનિયુક્ત નગરસેવીકા બહેનો, મ્યુઝિક ક્ષેત્રે નામના કાઢેલ કોરિયોગ્રાફર બહેનો, નામાંકિત સંસ્થાની અગ્રણી બહેનો અને એક માત્ર ભાવનગર રેલ્વે સ્ટેશન પર કાર્ય કરતી કુલી બહેનો સહિત ૭૦ થી વધુ બહેનોને મોમેન્ટો અને પુષ્પ આપી સન્માનિત કરાયા હતા અને આંતર રાષ્ટ્રીય મહિલા દિને તેમણે આપેલ સમાજમાં યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અંગે પૂર્વ મહિલા મોરચાના શહેર અધ્યક્ષ દિવ્યાબેન વ્યાસે તમામ બહેનોને આવકાર આપતા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણીની શુભકામના આપતા જણાવ્યું હતું કે વિશ્વ આજે મહિલાઓના સન્માનમાં આ દિવસ ઉજવે છે પરંતુ હિન્દૂ સંસ્કૃતિ માં તો આદિ અનાદિ કાળથી નારી ને નારાયણી ગણી પૂજવામાં આવે છે સમગ્ર વિશ્વમાં એક માત્ર ભારત જ એવો દેશ છે કે જ્યાં ધરતીને માતા ગણીને પૂજવામાં આવે છે. નદીઓને માતા ગણી ને પૂજવામાં આવે છે આપણા હિન્દૂ ધર્મમાં પણ બધી દેવીઓના સ્થાનક પણ પર્વત પર સ્થાપિત કરી સમાજમાં મહિલાઓને ઉચ્ચ આસન પર બિરાજમાન કરેલ છે ત્યારે સમગ્ર વિશ્વએ હવે બહેનોનું સન્માન ભારત પાસેથી શીખીને શરૂ કરેલ છે જેને માટે સન્માનિત અને જેનું સન્માન નથી કરી શક્યા તેવા સૌ બહેનો ને વંદન સાથે અભિનંદન પાઠવ્યા હતા.
પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ નિમુબેન બાંમભણીયાએ ઉપસ્થિત બહેનોને સન્માનિત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૫૦% મહિલા અનામત આપી બહેનોને સામાજિક અને રાજકીય ક્ષેત્રે અગ્રીમતા આપી છે બહેનો સમાજમાં ગૃહણી તરીકે પરિવારનું ધ્યાન તો રાખે જ છે પરંતુ એક સારા નેતા તરીકે સમગ્ર સમાજનું પણ સારી રીતે ધ્યાન રાખી શકે છે તેઓએ જણાવ્યું હતું કે આજે સન્માનિત બહેનોએ તેમના પરિવાર ઉપરાંત સમાજમાં નારી “અબળા” નહીં પણ “સબળા” બનો અનેરું સ્થાન હાંસિલ કરેલ છે ત્યારે આજના દિવસે ઉપસ્થિત સર્વ બહેનોને અભિનંદન પાઠવું છું.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા શહેર અધ્યક્ષ રાજીવ પંડ્યાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ખરા અર્થમાં આપ સૌ બહેનોના ભાઈ બની ગુજરાત અને દેશની લાખો નારીઓમાં શક્તિ, સન્માન અને ઉર્જાના પ્રાણ પૂર્યા છે મહિલાઓની ગૃહ ઉપયોગી યોજનાઓ, સખી મંડળો, મહિલાઓને સ્ટાર્ટઅપ, હોમલોન, વ્યાપારિક લોનના માધ્યમથી બેઠી કરી સમાજમાં ભાગીદારી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો બીજી તરફ ૫૦% મહિલા અનામત વડે બહેનોને સામાજિક સન્માન સાથે રાજકીય ભાગીદારી પણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બહેનો આર્યકાલ થી સન્માનિત હિંદુ ધર્મમાં હતી અને એ સુવર્ણ કાળ એ રામ રાજ્ય આજે ફરી આવી રહ્યું છે કાયદાકીય રીતે પણ ભા.જ.પા. સરકારોએ બહેનોને સુરક્ષિત કરી છે ત્યારે બહેનો હવે માત્ર ગૃહણી નહીં પણ સમાજનું સંચાલન કરનારી પુરુષ સમોવડી બની છે કોંગ્રેસના સમયમાં બહેનો ને માત્ર વોટબેંક ગણવામાં આવતી હતી જ્યારે ભા.જ.પા. સરકારોએ મહિલા લક્ષી સરકારી અનેક યોજના થકી બહેનોના ને સુરક્ષા, સમાનતા અને સામાજિક અગ્રતા આપી અનેક મહિલાઓના જીવનમાં ઉજાસ પાથરવા સાથે તેમને રાજકીય શક્તિ પ્રદાન કરી સામાજિક, રાષ્ટ્રીય પ્રવાહ માં લાવી દેશના વિકાસ કાર્યમાં જોડેલ છે.
કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર મહિલા મોરચાની બહેનો અને સંગઠનની બહેનો અને નવનિયુક્ત નગરસેવીકા બહેનોએ જહેમત ઉઠાવી હતી જ્યારે કાર્યક્રમનું સંચાલન મહિલા મોરચાના મહામંત્રી બિન્દુબેન પરમારે કર્યું હતું જ્યારે આભાર વિધિ ઉપાધ્યક્ષ ભારતીબેન મકવાણા એ કરી હતી આ સમયે પૂર્વ ડે.મેયર અલકાબેન પટેલે પણ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું, પૂર્વ ડે. મેયર પ્રભાબેન પટેલ, શહેર ઉપાધ્યક્ષ વિજીયાબેન મકવાણા, મંત્રી હીનાબેન શાહ, સીમાબેન કેસરી, રેખાબેન બારૈયા, મહિલા મોરચાના મહામંત્રીશ્રી ઉમબા રાણા, વરિષ્ઠ નગરસેવીકા ભારતીબેન બારૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here