Home News લોક ડાઉનના સમયમાં સંપૂર્ણ મુંબઈ મહેકી ઉઠ્યું માનવતાની મહેકથી

લોક ડાઉનના સમયમાં સંપૂર્ણ મુંબઈ મહેકી ઉઠ્યું માનવતાની મહેકથી

1235
0

અન્ન દાન શ્રેષ્ઠ દાન : વિધાનસભ્ય મનીષા ચૌધરી
મુંબઈ : કોરોના વાયરસએ અત્યારે સંપૂર્ણ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, દરેક દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી પોતાના નાગરિકોં કોરોનાની ચપેટમાંના આવે તે માટે પોતાની રીતે લડત ચલાવી રહ્યા છે આપણા ભારત દેશના સંસ્કાર અને સંસ્કૃતિને કારણે માનવતા જીવંત છે. હાલ છેલ્લા એક મહિનાથી સંપૂર્ણ દેશને લોક ડાઉન જાહેર કરવામાં આવ્યો છે. દરેક નાના મોટા ઉદ્યોગ ધંધા બંધ છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં નોકરી કરતા મજદૂર વર્ગ અને રોજ કમાઈ ને રોજ ખાતા લોકો માટે બહુ કપરો સમય છે. પણ કહેવાય છે ને કે ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ સુવડાવે નહીં. એ આજે સાબિત થાય છે. અનેક સામાજિક સંસ્થા, નેતાઓ રસ્તા પર રહેતા કે રોજ કમાઈ રોજ ખાનારા પરિવાર કે મજદૂર વર્ગ માટે ચા, નાસ્તો કે જમવાની વ્યવસ્થા કરે છે.એમાં ખાસ ઉલ્લેખ કરવો પડે મુંબઈના દહિસર વિધાનસભાના મહિલા વિધાનસભ્ય મનીષા ચૌધરીનો જેઓ લોક ડાઉન થયું લગભગ એ સમયથી દહિસર વિસ્તારના ૨૦૦૦ જેટલા જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા કરે છે.
મનીષા ચૌધરીનું કહેવું છે કે અન્ન દાન શ્રેષ્ઠ દાન છે અહીંયાની જનતાએ મારા પર વિશ્વાસ રાખી નેતૃત્વ મને સોંપ્યું છે તો મારા વિસ્તારમાં રહેતા પરિવારોની સાર સંભાળ રાખવી અને બનતી મદદ કરવી એ મારી ફરજ છે. હું સ્વયં હાજર રહી સ્વછતા અને નીતિ નિયમોનું પાલન કરી ભોજન તૈયાર કરાવવામાં આવે છે. કાર્યકર્તા જેઓ આ ભોજન વિતરણ માટે જાય છે એ લેનારથી અંતર જાળવે છે અને સૅનેટાઇઝરથી હાથ સાફ કરાવે છે પછી તેમને ભોજન આપવામાં આવે છે.આ સેવાકાર્યમાં નગરસેવક જીતેન્દ્ર પટેલ, હરીશ છેડા અને મંડળ અધ્યક્ષ અરવિંદ યાદવ સહીત કાર્યકર્તાઓ પણ સારી મહેનત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here