Home Stock Market શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીનો માહોલ…!!

શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલીનો માહોલ…!!

838
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૨.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૧૭૦૩.૮૩ સામે ૫૧૯૦૩.૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૧૮૬.૬૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૧૭.૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૯.૧૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૧૩૨૪.૬૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૨૦૭.૦૫ સામે ૧૫૨૨૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૦૬૫.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૦.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૮.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૧૧૮.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં પ્રોફિટ બુકિંગને પગલે સ્થાનિક બજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી રહી હતી. મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના ફરી નવા કેસો નોંધાતા મુંબઈમાં ફરી લોકડાઉનના અહેવાલો વહેતા થતા શેરબજારમાં ગભરાટભરી વેચવાલી નોંધાઈ હતી. વૈશ્વિક બજારોમાં નરમાઈનો માહોલ સાથે ભારતીય શેરબજારમાં ઘટાડો અને તેમાં પણ ખાસ કરીને પરિણામની સિઝનના અંતિમ તબક્કામાં પરિણામો અપેક્ષા કરતાં નબળા આવતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી.

સ્થાનિક સ્તરે કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના નવા પોઝિટીવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારા સાથે આગામી દિવસોમાં ફરી મોટાપાયે લોકાડાઉનની પરિસ્થિતિ સર્જાવાના ભય અને આ સાથે અગામી દિવસોમાં અર્થતંત્ર વધુ ડામાડોળ થવાના સંકેતે ભારતીય શેરબજારોમાં આજે સાવચેતીમાં કરેક્શન આગળ ધપ્યું હતું. એક તરફ કૃષિ બિલના મામલે ખેડૂતોનું આંદોલન સતત ચાલી રહ્યું છે એવામાં પેટ્રોલના ભાવ વધીને લીટરના રૂ.૧૦૦ પહોંચી જતાં અને ડિઝલના ભાવમાં પણ સતત વધારાને લઈ આગામી દિવસોમાં ફુગાવો વધવાના એંધાણે કેન્દ્ર સરકાર માટે આ પડકારરૂપ પરિસ્થિતિ વધુ કપરી બનવાના એંધાણે સાવચેતીમાં ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ઉપરાંત સરકારે પીએસયુ બેંકોના ખાનગીકરણને લઈ સ્થિતિ કથળવાના પગલે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, એનર્જી, આઇટી, યુટિલિટીઝ, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૨૯ અને વધનારની સંખ્યા ૧૬૪૧ રહી હતી, ૧૫૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કૃષિ ક્ષેત્રની સતત પ્રોત્સાહક કામગીરી, કોરોનાના કેસમાં થઈ રહેલો ઘટાડો તથા સરકાર દ્વારા ખર્ચમાં થઈ રહેલા વધારાને કારણે ભારતીય અર્થતંત્રને ટેકો મળી રહ્યો છે. આગામી નાણાં વર્ષમાં ભારત આર્થિક રિકવરીના માર્ગે હશે એમ એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ એજન્સીના એક રિપોર્ટમાં જણાવાયું છે. ભારતમાં રિકવરીને જાળવી રાખવા અનેક બાબતો ખરી દિશામાં રહે તે જરૂરી છે. ખાસ કરીને કોરોનાને ધ્યાનમાં રાખી લેવાયેલા સખત પગલાં તબક્કાવાર પાછા ખેંચાઈ સાથે સુધારો જોવા મળી રહ્યો છે, ત્યારે નવા પ્રકારના કોવિડ-૧૯નો ફેલાવો મોટું જોખમ ઊભું કરી શકે છે. 

ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ કેન્દ્રીય બજેટમાં ઊંચા ખર્ચની જોગવાઈ અર્થતંત્ર માટે પોઝિટિવ છે, પરંતુ કોરોના મહામારીથી હજુ વિશ્વ ત્રસ્ત છે ત્યારે ઝડપી રિકવરી માટે વેક્સિનના ડેવલપમેન્ટમાં સારી પ્રગતિ બાદ ૧.૪૦ અબજની વસતિને વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી અમલી સાથે વેકસિન પૂરી પડવી આવશ્યક છે. અગામી દિવસોમાં વિશ્વની સાથે ભારત સહિતમાં કોરોનાના વધતા કેસને કારણે વધેલી ચિંતાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

તા.૧૯.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                

તા.૧૮.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૧૧૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૯૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૧૮૮ પોઈન્ટ થી ૧૫૩૦૨ પોઈન્ટ ૧૫૨૩૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૮.૦૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૬૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૩૬૦૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૭૩૭ પોઈન્ટ થી ૩૬૮૦૮ પોઈન્ટ, ૩૬૮૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાઈટન લિમિટેડ ( ૧૪૩૮ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૨૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૦૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૭૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૭૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૯૦ થી રૂ.૧૦૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટીવીએસ મોટર ( ૬૧૪ ) :- રૂ.૫૯૦ નો પ્રથમ તેમજ રૂ.૫૭૭ ના બીજા સપોર્ટથી 2/3 વ્હીલર્સ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૩૩ થી રૂ.૬૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૪૦૭ ) :- આયર્ન & સ્ટીલ ઇન્ટરમ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૨૨ થી રૂ.૪૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૩૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • પેટ્રોનેટ એલએનજી ( ૨૪૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓઇલ માર્કેટિંગ & ડિસ્ટ્રિબ્યુશન આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૬૨ થી રૂ.૨૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • માઈન્ડટ્રી લિમિટેડ ( ૧૭૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૮૦ થી રૂ.૧૬૬૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી પોર્ટ ( ૬૬૫ ) :- રૂ.૬૮૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૬ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૬૪૪ થી રૂ.૬૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૬૪૪ ) :- બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૬૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૩૦ થી રૂ.૬૨૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટાટા કેમિકલ ( ૫૯૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૦૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૭૭ થી રૂ.૫૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાયોકોન લિમિટેડ ( ૪૧૮ ) :- ૪૩૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૦૪ થી રૂ.૩૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૫૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here