Home Local હીરા માતુશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા વિશેષ સ્વાસ્થ્ય કાર્યક્રમ

હીરા માતુશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા વિશેષ સ્વાસ્થ્ય કાર્યક્રમ

1477
0
મુંબઈ : ભારતવર્ષમાં મહિલા સશક્તિકરણ વિષે અનેક યોજનાઓ છે. પરંતુ કેટલી અમલમાં છે એ સરકારી અધિકારીઓ જાણે.
મુંબઈ સ્થિત હીરા માતુશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી અવારનવાર મહિલાઓના સ્વાસ્થ્ય, આત્મસુરક્ષા અને એક્યુપ્રેસર વિશેના સેમિનાર યોજવામાં આવે છે. છેલ્લા ૩ વર્ષમાં મહારાષ્ટ્ર અને વિશેષ ગુજરાતમાં લગભગ ૪૫ હજારથી વધુ મહિલા/યુવતીઓને માર્ગદર્શન અને સાથે ૩ મહિનાના સેનેટરી પેડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટી શ્વેતા ધાણકે સ્વાભિમાન ભારત સાથેની વાતચીતમાં કહૂયું હતું કે આજે ગામડાઓમાં મહિલાઓ સ્વાસ્થ્ય અંગે જાગૃત નથી તે સાથે યુવતીઓ સુરક્ષિત પણ નથી. હીરા માતુશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ મહિલા દ્વારા યુવતીઓ અને વિશેષ વિદ્યાર્થીનીઓને સ્વાસ્થ્ય સાથે આત્મસુરક્ષાની શરૂઆતી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. આવનારા સમયમાં ટ્રસ્ટી બાબુભાઇ ધાણકના માર્ગદર્શનમાં વધુમાં વધુ મહિલાઓને પ્રશિક્ષિત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here