Home Stock Market ભારતીય શેરબજારમાં ઉછાળેથી અપેક્ષિત ૧૩૭૦ પોઈન્ટનો કડાકો..!!!

ભારતીય શેરબજારમાં ઉછાળેથી અપેક્ષિત ૧૩૭૦ પોઈન્ટનો કડાકો..!!!

646
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૨.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૮૮૯.૭૬ સામે ૫૦૯૧૦.૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૯૬૧૭.૩૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૩૬૮.૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૪૫.૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૪૯૭૪૪.૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૮૭.૦૦ સામે ૧૪૯૮૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૬૩૯.૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૩.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪૪.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૬૪૨.૭૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ફંડોએ મોટાપાયે સાર્વત્રિક વેચવાલી કરી હતી. દેશમાં કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ ફરી દેશના અનેક રાજયોમાં લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ રહી હોઈ સંકટના એંધાણ વચ્ચે આજે ફંડોએ ઓલ રાઉન્ડ ઓફલોડિંગ કર્યું હતું. મહારાષ્ટ્ર, કેરળમાં કોરોના નવા સ્વરૂપમાં ફેલાતા મહારાષ્ટ્ર સરકારે કેટલાક શહેરોમાં લોકડાઉન સાથે કડક અંકુશના પગલાં લેવાની ફરજ પડતા અને પેટ્રોલ, ડિઝલના સતત વધી રહેલા ભાવોને લઈ ઓટોમોબાઈલ ઉદ્યોગને આગામી સમયમાં મોટો ફટકો પડવાનું સ્પષ્ટ હોઈ ફંડોએ આજે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી કરી હતી.

કોરોના સંક્રમણ ફરી દેશના વિવિધ રાજયોમાં વધવા લાગતાં સરકારે ફરી લોકડાઉનના સંકેત આપતાં અને એના પરિણામે આર્થિક ગતિવિધિ પર અસર પડવાના અને આર્થિક વિકાસને ફરી ફટકો પડવાની ભીતિએ ફંડોએ આજે સાવચેતીમાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ આજે ફંડોની સતત નફારૂપી વેચવાલીએ આજે બીએસઇ સેન્સેકસ ૫૦ હજાર પોઈન્ટની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. શેરબજારમાં સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં ઘટાડો મળ્યો છે. લોકડાઉનની ભીતિ તેમજ બ્લુચીપ શેરોમાં વેચવાલીનું દબાણ રહેતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું અને માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેઝિક મટિરિયલ્સ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૮૭ અને વધનારની સંખ્યા ૧૦૪૦ રહી હતી, ૧૫૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૯૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૯૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, આગામી નાણાકીય વર્ષમાં ભારતનાં આર્થિક વૃધ્ધી દરમાં ઉછાળાનું અનુમાન સાથે બજેટ બાદ ભારતીય શેરબજારમાં સતત તેજી બાદ નફારૂપી જોવા મળી રહી છે. FPIએ ફેબ્રુઆરી માસમાં ભારતીય બજારોમાં અંદાજીત રૂ.૨૪,૯૬૫ કરોડ રૂપિયાનું મુડીરોકાણ કર્યું છે. શેરબજારનાં FPIએ ઇક્વિટીમાં અંદાજીત રૂ.૨૪,૨૦૪ કરોડ અને ડેબ્ટમાં અંદાજીત રૂ.૭૬૦ કરોડનું રોકાણ કર્યું છે. FPIએ ગત જાન્યુઆરીમાં પણ અંદાજીત રૂ.૧૪,૬૪૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

આગામી દિવસોમાં ફેબ્રુઆરી માસની ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ સિરીઝનો અંત નજીક હોવાથી બજારમાં ભારે અફડાતફડીનો માહોલ સાથે બજારમાં ઘટાડો આગળ ધપ્યો હતો. લાંબા સમયથી ભારતીય શેરબજારમાં FPIની ઐતિહાસિક અવિરત ખરીદી બાદ હવે તેજીનો અતિરેક થઈ રહ્યો છે, ત્યારે કોરોના  મહામારી નવા સ્વરૂપમાં વિશ્વમાં ઝડપી ફેલાઈ રહ્યાના અને ખાસ ભારતના રાજયો મહારાષ્ટ્ર, કેરળમાં નવા સ્વરૂપે ફરી લોકડાઉનની પરિસ્થિતિએ આગામી દિવસોમાં વિકટ બનવાના સંજોગોમાં ભારતીય શેરબજારોમાં ઘટાડાની શકયતાને નકારી નહીં શકાય.

તા.૨૩.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….                

તા.૨૨.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૬૪૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૭૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૬૦૬ પોઈન્ટ થી ૧૪૫૭૫ પોઈન્ટ ૧૪૪૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૨.૦૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૧૬૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૫૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૦૦૮ પોઈન્ટ થી ૩૪૮૮૮ પોઈન્ટ, ૩૪૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એશિયન પેઈન્ટ ( ૨૩૮૦ ) :- ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૩૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૦૪ થી રૂ.૨૪૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઈન્ફોસિસ ( ૧૨૬૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૮૩ થી રૂ.૧૨૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૧૨૦ ) :- રૂ.૧૧૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૮ ના બીજા સપોર્ટથી ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પ્રોડકટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૩૮ થી રૂ.૧૧૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અમર રાજા બેટરી ( ૮૮૯ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૯૮ થી રૂ.૯૦૯ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૭૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી ( ૪૯૧ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૭૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૦૩ થી રૂ.૫૧૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટોરેન્ટ ફાર્મા ( ૨૪૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૪૦૪ થી રૂ.૨૩૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૪૦૩ ) :- રૂ.૧૪૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૧૨૭૫ ) :- કમર્શિયલ વિહિકલ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૫૩ થી રૂ.૧૨૪૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટાટા કેમિકલ ( ૬૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડિટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૨૦ થી રૂ.૬૦૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટીવીએસ મોટર ( ૫૮૧ ) :- ૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૬૫ થી રૂ.૫૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here