Home News રોટરી ક્લબ દ્વારા દહીંસર ક્રાઇમ બ્રાન્ચમાં સેનેટાઇઝર મશીન બેસાડવામાં આવ્યું

રોટરી ક્લબ દ્વારા દહીંસર ક્રાઇમ બ્રાન્ચમાં સેનેટાઇઝર મશીન બેસાડવામાં આવ્યું

1093
0

રોટરી ક્લબ દ્વારા દહીંસર ક્રાઇમ બ્રાન્ચમાં સેનેટાઇઝર મશીન બેસાડવામાં આવ્યું
હાલ સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડો લીધો છે ત્યારે મુંબઈમાં લગભગ 6 મહિના ના લોકડાઉનમાં પોલીસ વિભાગે તેમની ફરજ સુપેરે નિભાવી છે. કોરોના વાયરસનો ખતરો દરેક વ્યક્તિને છે પોલીસકર્મીઓ એમાં બાકાત નથી પરંતુ પ્રથમ ફરજ પછી પરિવાર એ નિષ્ઠા સાથે ફરજ નિભાવનારા પોલીસકર્મીઓ ની સ્વાસ્થ્ય માટે રોટરી ક્લબ તરફથી દહીંસર ક્રાઇમ બ્રાન્ચના કાર્યાલયમાં સેનેટાઇઝર મશીન સમાજસેવક અને રાજકીય નેતા ભંવર કુમાવતના સૌજન્યથી બેસાડવામાં આવ્યું. આ પ્રસંગે વરિષ્ઠ પોલીસ નિરીક્ષક મહેશ તાવડે, સચિન ગવસ, અતુલ ડહાકે, સ.પો.ની અતુલ આવહાડ વિક્રમસિંહ કદમ, પો.ઉપ.ની. હરીશ પોળ, હેમંત ગીતે, રોટ્રેક્ટ ક્લબના અધ્યક્ષ હર્ષ વૈષ્ણવ, સચિન અને શ્રેયાસ જૈન ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here