Home Stock Market નિફ્ટી ફ્યુચર ૧૨૦૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી ….!!!

નિફ્ટી ફ્યુચર ૧૨૦૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી ….!!!

940
0

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!
તા.૦૫.૧૨.૨૦૧૯ ના રોજ…..
BSE સેન્સેક્સ :– ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૮૫૦.૨૯ સામે ૪૦૯૮૮.૧૪
પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૦૭૨૦.૧૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ
આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૨૮૨.૨૪ પોઈન્ટ ની
મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૦.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૪૦૭૭૯.૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૦૮૯.૮૦ સામે ૧૨૦૮૨.૪૦ પોઈન્ટના
મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૨૦૨૬.૮૫ પોઈન્ટના નીચા મથાળા સુધી નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં
તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૯.૧૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૬.૦૫
પોઈન્ટના ઘટડા સાથે ૧૨૦૪૩.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
આર્થિક મોરચે ભારતીય અર્થતંત્ર પડકારરૂપ સમયમાંથી પસાર થઈ રહ્યું હોઈ એક પછી એક આર્થિક આંકડા નબળા
આવતાં સેન્ટીમેન્ટ ડહોળાયા બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિ સમીક્ષામાં આ વખતે ધિરાણ દર
૫.૧૫%ની સપાટીએ યથાવત જાળવી રાખ્યા સાથે વૈશ્વિક મોરચે ફરી અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ માટે પોઝિટીવ
સંકેત મળતાં બજારે ઈન્ડેક્સ બેઝડ અફડા – તફડીના ફરી રિકવરી બતાવી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર ૧૨ પૈસા નબળો પડીને રૂ.૭૧.૫૪ થઈ જવા સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઘટયા મથાળેથી પાછા ફરી બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૧.૦૨ ડોલર વધીને ૬૧.૮૪ ડોલર નજીક અને નાયમેક્ષ ક્રુડ ૮૩ સેન્ટ વધીને ૫૬.૯૩ ડોલર રહ્યા હતા.
આર્થિક મંદ પડેલા વિકાસને વેગ આપવા સરકાર દ્વારા વધુ ઉદારીકરણના પગલાં લેવાશે એવા નાણા પ્રધાનના સંકેત
તેમજ નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૦થી ફરી આર્થિક રિકવરી જોવા મળશે એવા સમીક્ષકોના અંદાજો વચ્ચે ફંડોએ શોર્ટ
કવરિંગ કર્યું હતું. સેક્ટરલ ઈન્ડાયસીસમાં એફએમસીજી, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, રિયલ્ટી અને ટેક શેરોમાં લેવાલી સામે બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, એનર્જી, ફાઈનાન્સ, હેલ્થકેર, ટેલિકોમ, યુટિલિટીઝ, ઓટો, બેન્કેક્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ફંડોની વેચવાલી સાથે ઈન્ડેક્સ બેઝડ અફડા – તફડીના અંતે નેગેટિવ ઝોનમાં ઘટાડા સાથે બંધ થયું હતું.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૭ અને વધનારની સંખ્યા ૧૧૧૮ રહી હતી,
૧૮૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે
૧૮૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, બીજા ક્વાર્ટરમાં દેશ જીડીપી દર ૪.૫%ના છ વર્ષના તળિયે આવી ગયા બાદ ભારતીય રિઝર્વ બેન્કે (RBI) આજે ધિરાણ દર ૫.૧૫%ની સપાટીએ યથાવત જાળવી રાખ્યા હતા. મધ્યસ્થ બેન્કે દેશના અર્થતંત્રને ટેકો આપવા માટે અકોમોડેટિવ સ્ટાન્સ પણ જાળવી રાખ્યું હતું. નાણાકીય વર્ષ માટેનો જીડીપીનો અંદાજ ઘટાડીને ૫% કર્યો હતો. આગામી દિવસોમાં સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજ અને સંસદના ચાલી રહેલા શીયાળુ સત્રના ડેવલપમેન્ટ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ ડીલથી વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે. અંગત સલાહ બાકી એ છે કે “ તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર ”…કેમ ખરું ને …!!!
તા.૦૫.૧૨.૨૦૧૯ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૨૦૪૩ પોઈન્ટ :- આગામી સંભવિત
નિફ્ટી ફ્યુચર ૧૨૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૯૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે
ટ્રેડીંગ સંદર્ભે ૧૨૦૮૮ પોઈન્ટ થી ૧૨૧૦૨ પોઈન્ટ, ૧૨૧૨૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને
સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક
પોઝિશન બનાવવી….!!!

તા.૦૫.૧૨.૨૦૧૯ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૧૭૨૫ પોઈન્ટ :- આગામી
સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૩૧૫૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ
સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૭૭૭ પોઈન્ટ થી ૩૧૮૦૮ પોઈન્ટ, ૩૧૮૮૦ પોઈન્ટ ની અતિ મહત્વની
સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૮૮૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન
બનાવવી….!!! હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
 લાર્સન લિ. ( ૧૩૦૪ ) :- કન્સ્ટ્રકશન ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં
રૂ.૧૨૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક
ટૂંકા સમયગાળે રૂ.૧૩૧૯ થી રૂ.૧૩૨૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૩૩૩
ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 તાતા એલેક્સી ( ૮૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૪૪ આસપાસ પોઝીટીવ
બ્રેકઆઉટ..!!! રૂ.૮૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૮૮૦ થી રૂ.૮૯૩ નો
ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 લ્યૂપીન લિ. ( ૭૮૩ ) :- રૂ.૭૭૯ નો પ્રથમ તેમજ રૂ.૭૫૭ ના બીજા સપોર્ટથી ફાર્મા
સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

 હેવેલ્સ ઈન્ડિયા લિ. ( ૬૭૨ ) :- ઈલેકટ્રોનિક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી
રૂ.૬૮૮ થી રૂ.૬૯૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૬૦ નો સ્ટોપલોસ
ધ્યાને લેવો….!!!
 ઓરબિન્દો ફાર્મા ( ૪૫૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક
રૂ.૪૩૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી
રૂ.૪૬૪ થી રૂ.૪૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
 રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૫૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રીફાઇનરી સેક્ટર નો આ સ્ટોક
રૂ.૧૫૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૨૭ ના ટાર્ગેટ ભાવની
શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
 ઈન્ડીગો ( ૧૩૨૭ ) :- રૂ.૧૩૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક
રૂ.૧૩૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૦૩ થી રૂ.૧૨૮૮ નો ભાવ
દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૩૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
 ટેક મહિન્દ્રા ( ૭૬૪ ) : ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૮૮ ના
સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૫૦ થી રૂ.૭૪૪ ના ભાવની સપાટી
આસપાસ નફો બુક કરવો….!!!
 ઇન્ફોસિસ ( ૭૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૨૭
આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૦૭ થી રૂ.૬૯૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે.
ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
 ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ ( ૭૭૪ ) :- રૂ.૭૯૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ
સ્ટોક રૂ.૮૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૭૬૦ થી રૂ.૭૫૩ નો
ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૮૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here